નીતીશ કુમારે અને તેજસ્વી યાદવે રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત, મલ્લિકાર્જુન ખડગેના ઘરે થયું હતું બેઠકનું આયોજન


  • Published By :
  • Published Date : 2023-04-12 16:03:46

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. લોકો માટે  ભલે ચૂંટણી આવવાને એક વર્ષનો સમય બાકી લાગતો હોય પરંતુ રાજકીય પાર્ટીઓ આ સમયને ઘણો ઓછો માનતી હોય છે. ઘણા સમય પહેલાથી ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ તૈયારીમાં લાગી જતી હોય છે. ત્યારે આજે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ડે.સીએમ તેજસ્વી યાદવે રાહુલ ગાંધી સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી. રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવા નીતિશ કુમાર દિલ્હી પહોંચ્યા હતા. 2024ને ધ્યાનમાં રાખતા આ બેઠક મહત્વની માનવામાં આવે છે.

    


રાહુલ ગાંધી સાથે નીતીશ કુમારે કરી મુલાકાત 

નીતીશ કુમાર હાલ ત્રણ દિવસની દિલ્હીની મુલાકાતે છે. મંગળવારે નીતીશ કુમારે લાલુ યાદવ સાથે બેઠક કરી હતી. ત્યારે આજે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. નીતીશ કુમારની સાથે તેજસ્વી યાદવ પણ હાજર રહ્યા હતા. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા.    


ગઈકાલે રાહુલ ગાંધીએ લીધી હતી વાયનાડની મુલાકાત 

છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધી ચર્ચામાં આવી રહ્યા છે. મોદી સરનેમને લઈ રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ કરવામાં આવ્યો હતો. સુરતની કોર્ટે તેમની દોષિત જાહેર કર્યા હતા. જે બાદ રાહુલ ગાંધીની સાંસદ તરીકેની સદસ્યતા રદ્દ થઈ હતી અને સરકારી બંગલો ખાલી કરવા આદેશ કર્યો હતો. ત્યારે ગઈકાલે સાંસદ પદ રદ્દ થયા બાદ રાહુલ ગાંધી પોતાના સંસદીય ક્ષેત્ર વાયનાડ પહોંચ્યા હતા. ત્યાં તેમણે જનસંબોધન પણ કર્યું હતું. ઉપરાંત રેલીનું આયોજન પણ કર્યું હતું.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.