વિપક્ષોની એકતા માટે નિતીશ કુમારે કરી હાકલ, દિલ્હીમાં વિવિધ નેતાઓ સાથે કરી મુલાકાત


  • Published By :
  • Published Date : 2023-04-12 22:45:12

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર સતત વિપક્ષી એકતાને આગળ વધારવાના પ્રયાસમાં લાગ્યા છે. વર્ષ 2024 પહેલા મોદી સરકારને ટક્કર આપવા માટે નીતિશ બાબુ તમામ વિપક્ષી પાર્ટીઓને એક કરવાની તૈયારી કરી રહ્યા છે. આ પ્રયાસના ભાગરૂપે તેમણે આજે એટલે કે 12મી એપ્રિલે કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ સાંસદ રાહુલ ગાંધી અને ત્યાર બાદ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. બંને બેઠક દરમિયાન બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ પણ સીએમ નીતિશની સાથે જોવા મળ્યા હતા. 


દેશ હાલ ખૂબ જ મુશ્કેલ તબક્કામાં


બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર અને નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવે આજે રાષ્ટ્રીય રાજધાનીમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. કેજરીવાલને મળ્યા બાદ બિહારના મુખ્યમંત્રીએ કહ્યું કે અમે વધુને વધુ વિપક્ષી દળોને એકજુથ કરીશું. બંને મુખ્યમંત્રીઓ એક સાથે આવ્યા અને કહ્યું કે હાલ દેશ ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. આઝાદી પછીની સૌથી ભ્રષ્ટ સરકાર આજે દેશની અંદર છે. એટલા માટે એ ખૂબ જ જરૂરી છે કે તમામ વિપક્ષી પાર્ટીઓ સાથે આવે અને કેન્દ્રમાં સરકાર બદલે અને એવી સરકાર આવે જે દેશને વિકાસ આપી શકે.

 

વિપક્ષો એક થાઓ! 


આ પૂર્વે  નીતીશ કુમારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીને મળ્યા હતા. નીતિશ કુમારે ખડગે, રાહુલ અને તેજસ્વી સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે અમે દેશમાં વધુને વધુ પક્ષોને એક કરવાના તમામ પ્રયાસો કરીશું. અમે બધા સાથે મળીને કામ કરીશું. અમે આજના નિર્ણયો અનુસાર આગળ વધીશું. જેઓ સહમત છે, તેઓ તેમની સાથે બેસીને આગળની કાર્યવાહી નક્કી કરે છે. 


આ દરમિયાન પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે આવનારી ચૂંટણીમાં તમામ પક્ષોને એકજૂથ કરીને એક થઈને લડવાનો અમારો નિર્ણય છે. આપણે બધા એક જ માર્ગ પર કામ કરીશું. તેજસ્વી જી, નીતિશ જી, અમારા બધા નેતાઓ જે અહીં બેઠા છે. આપણે બધા એક જ લાઇન પર કામ કરીશું.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે