અરે ભાઈ ક્યાં છે મોંઘવારી, દેશમાં એકલા મે મહિનામાં જ 3,34,247 કારોનું થયું વેચાણ


  • Published By :
  • Published Date : 2023-06-14 21:40:15

દેશમાં કાળઝાળ મોંઘવારીની બુમો પાડતા લોકોને તે જાણીને આશ્ચર્ય થશે કે માત્ર મે મહિનામાં જ મોંઘીદાટ કારોનું રેકોર્ડ બ્રેક વેચાણ થયું છે. સ્થાનિક બજારમાં પેસેન્જર વ્હિકલ્સ  ( PVs, પેસેન્જર વાહનો)નું હોલસેલ વેચાણ મે મહિનામાં વાર્ષિક આધાર પર 13.54 ટકા વધીને 3,34,247 થઈ ગઈ છે. સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM)ના આંકડા પ્રમાણે મે 2022ની તુલનામાં મે 2023 દરમિયાન તમામ સેગમેન્ટમાં વાહનોનું હોલસેલ વેચાણ ડબલ ડિજીટમાં વધ્યું છે.આંકડા અનુસાર, મે 2022માં મેન્યુફેક્ચરર્સે ડીલરોને PVsના 2,94,392 યુનિટ મોકલ્યા હતા. આ સમયગાળા દરમિયાન ટુ-વ્હીલરનું હોલ વેચાણ 14,71,550 યુનિટ રહ્યું, જે ગયા વર્ષે મે મહિનામાં 12,53,187 યુનિટ હતું. ટુ-વ્હીલરના વેચાણમાં 17.42 ટકાનો વધારો થયો છે.


PVsનું વેચાણ રેકોર્ડ સ્તરે 


SIAMના ડિરેક્ટર જનરલ રાજેશ મેનનનું કહેવું છે કે મે મહિનામાં પેસેન્જર વાહનોનું વેચાણ રેકોર્ડ સ્તરે નોંધાયું હતું. યુટિલિટી વ્હિકલનું હોલસેલ વેચાણ 35.5% વધીને 155,184 યુનિટ થયું છે. જે એક વર્ષ પહેલા મે મહિનામાં 116255 હતો. આ વેચાણમાં ટાટા મોટર્સના આંકડાનો સમાવેશ થતો નથી. જ્યારે, SIAMના પ્રેસિડેન્ટ વિનોદ અગ્રવાલે જણાવ્યું હતું કે, 'મે 2022ની સરખામણીએ મે 2023 દરમિયાન તમામ સેગમેન્ટમાં વાહનોનું જથ્થાબંધ વેચાણ બે આંકડામાં વધ્યું હતું.' આ વલણો આગળ પણ ચાલુ રહેવાની અપેક્ષા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે