રાજસ્થાનમાં સચિન પાયલટના ધરણાને લઈ ગરમાયું રાજકારણ, પાયલટે અશોક ગેહલોત સામે ખોલ્યો છે મોરચો! ગેહલોત સરકારની વધી ચિંતા


  • Published By :
  • Published Date : 2023-04-11 13:04:18

રાજસ્થાનમાં દિવસેને દિવસે રાજકારણ ગરમાઈ રહ્યું છે. રાજસ્થાનના પૂર્વ ડે. સીએમ સચિન પાયલટ અનશન પર બેઠા છે. જયપુરના શહીદ સ્મારક ખાતે 11 વાગ્યાથી સચિન પાયલટ મૌન ધરણા ધરીને બેઠા છે. મળતી માહિતી અનુસાર સાંજના ચાર વાગ્યા સુધી ધરણા પર બેસશે.


   

પોસ્ટરમાં રખાયો માત્ર મહાત્મા ગાંધીનો ફોટો

કોંગ્રેસના નેતાએ પોતાની પાર્ટી વિરૂદ્ધ બાંયો ચઢાવી હોય તેવા સંકેતો તો મળી આવ્યા હતા. પરંતુ રાજનૈતિક હલચલ વધારે ત્યારે વેગવન્તી થઈ જ્યારે ધરણા સ્થળ પર લાગેલા પોસ્ટરોમાં માત્ર મહાત્મા ગાંધીનો જ ફોટો રાખવામાં આવ્યો હતો. પોસ્ટરોમાં રાહુલ ગાંધી-સોનિયા ગાંધીથી લઈ કોઈ પણ કોંગ્રેસના નેતાનો ફોટો રાખવામાં આવ્યો ન હતો. 


રાજસ્થાનના કોંગ્રેસના પ્રભારીએ આ પગલાને પાર્ટી વિરોધી ગણાવ્યું

સચિન પાયલટે અનશન પહેલા રવિવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં વસુંધરા રાજે જ્યારે સીએમ હતા ત્યારે કૌભાંડો પર પગલાં ન લેવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ મુદ્દાને લઈ ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી હતી. જયપુરના શહીદ સ્મારકમાં એક દિવસના અનશન પર સચિન પાયલટ બેઠા છે. રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી સુખજિંદર સિહ રંધાવાએ પાયલટના આ પગલાને પાર્ટી વિરોધી ગણાવ્યો છે.    


સચિન પાયલટને સમર્થન આપવા લોકો પહોંચ્યા જયપુર! 

સચિન પાયલટના આ નિર્ણય બાદ રાજસ્થાનનું રાજકારણ ગરમાયું છે. કારણ કે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે. પાર્ટીમાં ચાલતું આંતરીક રાજકારણ ખુલ્લું પડ્યું છે. રંધાવા  જયપુરની મુલાકાત લેવાના હતા પરંતુ તેમનો પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. સચિન પાયલોટને સમર્થન આપવા લોકો જયપુર પહોંચી રહ્યા છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે