પ્લાસ્ટિકની ખરાબ બોટલમાંથી બનેલા જેકેટને પહેરી સંસદ પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી


  • Published By :
  • Published Date : 2023-02-08 17:32:42

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કપડાં હમેશાં ચર્ચાનો વિષય બનતો હોય છે. ત્યારે ફરી એક વખત તેમના જેકેટે સૌ કોઈને આકર્ષિત કર્યા છે. બુધવારે સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પછી આભાર પ્રસ્તાવ માટે પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ જે જેકેટ પહર્યું હતું તે ખરાબ પ્લાસ્ટિકની બોટલમાંથી રિસાઈકલ કરીને બનાવામાં આવ્યું હતું. સોમવારે બેંગલુરમાં ઈન્ડિયા એનર્જી વીકમાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જેકેટ ગિફ્ટ આપવામાં આવ્યું હતું. કંપનીએ પ્લાસ્ટિકની ખરાબ બોટલમાંથી આ જેકેટ બનાવ્યું છે. 


ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી હતી ભેટ

રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીના કપડા ઉપરાંત તેમનું જેકેટ હમેશાં ચર્ચામાં રહેતા હોય છે. ભલે તે પ્રજાસત્તાક દિવસ હોય કે સ્વતંત્રતા દિવસનો સમારોહ હોય. સદમાં જે જેકેટ પહેરીને પહોંચ્યા હતા તે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખરાબ પ્લાસ્ટિકની બોટલમાંથી બનેલું જેકેટ પહેર્યું છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા આ જેકેટ ગિફ્ટ કરવામાં આવ્યું હતું.  



પીએમના દરજી પાસે જેકેટ કરાયું છે તૈયાર    

PM મોદીએ જે જકેટ પહેર્યું છે તેના માટે કપડું તમિલનાડુના ક્રૂરની કંપની શ્રી રેંગા પોલીમર્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું,અને પ્લાસ્ટિકની બોટલના કપડાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેને કલર કરવા માટે પાણીના ટીપાની પણ જરૂર નથી પડતી અને સામાન્ય જેકેટ બનાવવા માટે લગભગ 15 બોટલનો ઉપયોગ થાય છે. જ્યારે ટી-શર્ટ અને શોર્ટ્સ બનાવવા માટે 5 થી 6 બોટલનો ઉપયોગ થાય છે. એ જ રીતે, શર્ટ બનાવવા માટે 10 બોટલનો ઉપયોગ થાય છે અને પેન્ટ બનાવવા માટે 20 બોટલનો ઉપયોગ થાય છે.અને જે જેકેટ બનાવ્યું છે તે ઈન્ડિયન ઓઈલએ  ગુજરાતમાં પ્રધાનમંત્રીના દરજી પાસે આ તૈયાર કરાવ્યું છે. 




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.