દક્ષિણ ભારતના પ્રવાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વધુ એક વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી, 11 હજાર 300 કરોડના યોજનાઓનો કરશે શિલાન્યાસ


  • Published By :
  • Published Date : 2023-04-08 14:54:18

શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેલંગાણાની મુલાકાતે છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક કાર્યક્રમોમાં તેમજ અનેક કાર્યોનું લોકાર્પણ કર્યું છે. પ્રધાનમંત્રીએ સિકંદરાબાદ-તિરૂપતિ વચ્ચે ચાલનારી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી છે. આ વંદે ભારત ટ્રેન તેલંગાણાથી આંધ્ર પ્રદેશ માટે બીજી ટ્રેન છે. આ પહેલા પીએમ મોદીએ સિકંદરાબાદ- વિશાખાપટ્ટનમ વચ્ચે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાડી હતી. તે સિવાય અનેક કાર્યોનું શિલાન્યાસ તેમજ લોકાર્પણ કરવાના છે. મહત્વનું છે કે પીએમ મોદી દક્ષિણ ભારતના પ્રવાસે છે. તે સિવાય સિકંદરાબાદ રેલવે સ્ટેશનના 720 કરોડ રૂપિયાના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને અન્ય રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.   



પીએમ મોદીએ કર્યું જનસંબોધન   

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધન કર્યું હતું. વાતો વાતોમાં તેમણે તેલંગાણાના સીએમ પણ નિશાન સાધ્યું હતું. તેલંગાણાના સીએમઆ કાર્યક્રમથી દૂર રહ્યા છે. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે કેન્દ્રના અનેક પ્રોજેક્ટમાં રાજ્ય સરકારનો સહયોગ ન મળવાને કારણે યોજનાઓ મોડી પહોંચે છે. જેને કારણે નુકસાન તેલંગાણાના લોકોને થાય છે. મારો રાજ્ય સરકારને આગ્રહ છે કે વિકાસથી જોડાયેલા કામોમાં કોઈ બાધા ન આવવા દે.


પરિવારવાદને લઈ પીએમએ સાધ્યું નિશાન  

ઉપરાંત તેમણે કહ્યું કે નવા ભારતના દેશવાસિયોની આશાઓ પૂર્ણ કરવી એ અમારી પ્રાથમિકતા છે. પરંતુ અનેક લોકો વિકાસના આ કાર્યોથી ડરી ગયા છે. જે લોકો પરિવારવાદ, ભાઈ-ભત્રીજાવાદ અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહિત કરે છે, તેમને ઈમાનદારીથી કામ કરતા લોકોથી મુશ્કેલી થાય છે.       


અનેક પ્રોજેક્ટનો કર્યો શિલાન્યાસ  

પોતાના પ્રવાસ દરમિયાન અનેક કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવાના છે. વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી ઉપરાંત 720 કરોડના ખર્ચે બનેલું સિકંદરાબાદ રેલવે સ્ટેશનના રિડેવલેપમેન્ટ પ્રોજેક્ટનું શિલાન્યાસ કર્યું હતું. 5 નેશનલ હાઈવે સહિત 11 હજર 300 કરોડની યોજાનાઓનું શિલાન્યાસ કર્યું હતું.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે