રામનવમીના એક દિવસ બાદ પશ્ચિમ બંગાળના હાવડામાં ફરી હિંસા ભડકી, હિંસાગ્રસ્ત વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી


  • Published By :
  • Published Date : 2023-03-31 15:30:14

પશ્ચિમ બંગાળના હાવડામાં રામ નવમી નિમિત્તે શોભા યાત્રા દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. જેમાં બે કોમ સામસામે આવી જતાં ઉગ્ર પથ્થરમારો અને આગચંપી થઈ હતી. આજે ફરી હાવડામાં હિંસાના સમાચાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુક્રવારે ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી અને હાવડાના શિવપુરમાં પથ્થરમારો થયો હતો. આ પહેલા ગુરુવારે ફાટી નીકળેલી હિંસામાં બે સમુદાયો સામસામે આવી ગયા હતા. જે બાદ ઉગ્ર પથ્થરમારો થયો હતો અને અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી.


મમતા બેનર્જીએ ભાજપ પર આરોપ લગાવ્યો


હાવડા હંગામા પર મુખ્યમંત્રી મમતા બેનર્જીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે અમે કોઈ સરઘસ પર પ્રતિબંધ મૂક્યો નથી. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સાથે રમત સહન કરવામાં આવશે નહીં. મુખ્યમંત્રીએ માહિતી આપી કે હાવડા હિંસા કેસમાં અત્યાર સુધીમાં 41 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે હિંસા ભડકાવનારા હિંદુ નથી, તેઓ બહારથી લાવવામાં આવ્યા છે. ભાજપ બંગાળને અશાંત કરવા માંગે છે. લઘુમતી સમુદાયના લોકો રમઝાનમાં વ્યસ્ત હોવાથી હિંસામાં સામેલ નથી.


'મુસ્લિમો રમઝાનમાં ખોટું કામ કરતા નથી'


મમતા બેનર્જીએ કહ્યું કે રમઝાનનો મહિનો ચાલી રહ્યો છે અને મુસ્લિમો આ મહિનામાં કોઈ ખોટું કામ કરતા નથી. તેમણે કહ્યું કે મારી આંખ અને કાન ખુલ્લા છે. હું બધું સૂંઘી શકું છું. મુસ્લિમ વિસ્તારોમાંથી સરઘસ કાઢતી વખતે મેં તેમને ચેતવણી આપી હતી કે જો તેઓ રામ નવમીની રેલી કાઢશે તો હિંસા થઈ શકે છે. કોને પૂછીને તેમણે શોભા યાત્રાનો રૂટ બદલ્યો? જેથી કરીને સમુદાયને નિશાન બનાવી શકાય.

અત્રે ઉલ્લેખનિય છે કે રામ નવમીના તહેવાર પર દેશના અનેક ભાગોમાં હિંસા જોવા મળી હતી. હાવડા ઉપરાંત ગુજરાતના વડોદરા, મહારાષ્ટ્રના સંભાજીનગર અને જલગાંવમાં પણ હિંસા ભડકી હતી.



સુરત લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નિલેશ કુંભાણી અનેક દિવસોથી ગાયબ હતા. કોંગ્રેસે તેમને સસ્પેન્ડ કર્યા છે. ત્યારે આજે તેમણે વીડિયો બનાવી પોતાની પ્રતિકિયા આપી છે.

આપના પૂર્વ નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાવાના છે. આ મામલે ગોપાલ ઈટાલિયાએ પ્રતિક્રિયા આપી છે.. પ્રતિક્રિયા આપતા તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

કમાવવાની પાછળ આપણે એટલા બધા લાગી ગયા છીએ કે આપણને ખબર જ નથી પડતી કે આપણી જીંદગી પૂરી થઈ રહી છે... જવાનમાં આપણે ક્યારે ઘરડા થઈ જઈશું તેની ખબર નહીં પડે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જે વાતને બહુ સારી રીતે સમજાવે છે...

જમાવટની ઈલેક્શન યાત્રા અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે. અનેક યુવાનો, બાળકો સાથે વાત કરી હતી ત્યારે તેમણે જે કહ્યું જે વિચારવા જેવું છે.. બાળકો જે જોવે છે તે કહે છે...