મોંઘવારી આસમાને, રિટેલ ફુગાવો જાન્યુઆરીમાં 6.52%એ પહોંચ્યો, 3 મહિનાનો સૌથી ઉંચો સ્તર


  • Published By :
  • Published Date : 2023-02-13 20:53:19

અસહ્ય મોંઘવારીથી પિડાતા લોકોને હમણા રાહત મળે તેવી કોઈ શક્યતા જોવા મળતા નથી. જાન્યુઆરી મહિનામાં મોંઘવારીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે, જાન્યુઆરીમાં ત્રિમાસિક મોંઘવારી તેના ઉંચા સ્તર 6.52એ પહોંચી ગઈ છે. આ આંક ડિસેમ્બર મહિનામાં 5.72 ટકા અને જાન્યુઆરી 2022માં 6.01 ટકા હતી. ખાદ્ય પદાર્થોનો દર જાન્યુઆરીમાં  5.94 ટકા રહી જે ડિસેમ્બરમાં 4.19 ટકા હતી. આ પહેલા રિટેલ મોંઘવારી ઓક્ટોબર મહિનામાં તેના સર્વોચ્ચ સ્તર  6.77 ટકા પર હતી. 


RBIને સરકારે  4 ટકાનો લક્ષ્યાંક આપ્યો છે


દેશમાં મોંઘવારી વધવાના અનેક કારણો છે, એડવર્સ બેઝ ઈફેક્ટના કારણે હેડવિંડ ઈન્ફ્લેશન ઉપરની તરફ જતો  જોવા મળી રહ્યો છે. રિટેલ મોંઘવારીમાં હજુ પણ જોઈ તો તેવો સુધારો જોવા મળતો નથી, અને ખાદ્ય પદાર્થોના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકારે રિઝર્વ બેંકને દેશમાં રિટેલ મોંઘવારીનો દર 4 ટકા જેટલો રાખવાનો લક્ષ્યાંક આપ્યો છે. તેની ઉપર કે નીચા 2 ટકાને ટોલરેંસ લેવલ પણ આપ્યું છે. એટલે કે RBIએ દર વર્ષે મોંઘવારી દરને 2થી 6 ટકાની અંદર રાખવાનો રહે છે. હવે આજે સોમવારે જાહેર કરાયેલા રિટેલ ઈન્ફ્લેશનના લેટેસ્ટ આંકડા તેના અનુમાનથી ઘણો ઉંચો રહ્યો છે.


RBI વ્યાજ દરો વધારશે


વધતી મોંઘવારીએ સામાન્ય માણસની સાથે RBIની પણ ચિંતા વધારી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે લોકોને હમણા વધતા વ્યાજ દરથી કોઈ રાહત મળશે નહીં. RBI હવે વ્યાજદરો વધારવા મામલે વધુ આક્રમક વલણ અપનાવશે. RBI એપ્રીલ મહિનામાં પણ વ્યાજ દરોમાં વધુ 25 બેસીસ પોઈન્ટ્સનો વધારો કરી શકે છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે