રાજસ્થાન કોંગ્રેસમાં ઘમાસાણ, સચિન પાયલોટ તેમની જ પાર્ટીની સરકાર સામે ધરણા પર બેસશે


  • Published By :
  • Published Date : 2023-04-09 13:35:37

રાજસ્થાન કોંગ્રેસમાં ઘમાસાણ મચી છે, કોંગ્રેસ પાર્ટીના બે દિગ્ગજ નેતા મુખ્યમંત્રી અશોક ગહલોત અને ઉપમુખ્યમંત્રી સચિન પાયલોટ વચ્ચેનો ગજગ્રાહ ચરમસીમા પર પહોંચ્યો છે. હવે સચિન પાયલટે તેમની જ પાર્ટીની સરકાર સામે બાયો ચઢાવી છે. આજે રવિવારે 9 એપ્રિલના દિવસે તેમણે મીડિયા સમક્ષ મુખ્યમંત્રી અશોક ગહલોત પર રોષ વ્યક્ત કરી સવાલોનો મારો ચલાવ્યો હતો. 


ગહલોત સરકાર સામે ઉપવાસ પર ઉતરશે


રાજસ્થાનમાં અગાઉની વસુંધરા રાજેની સરકારના ભ્રષ્ટાચારને લઈ ગહલોત સરકારે કોઈ કાર્યવાહી ન કરી તેના વિરોધમાં 11 એપ્રિલના રોજ સચિન પાયલોટ શહીદ સ્મારક પર એક દિવસના ઉપવાસ પર ઉતરશે. તેમણે કહ્યું કે અમે અનેક વખત પત્ર લખી વસુંધરા સરકારમાં ભ્રષ્ટાચાર પર કોઈ કાર્યવાહી કરવા વિનંતી કરી હતી પણ તેને લઈ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. 


CM ગહલોત સામે શું આરોપ લગાવ્યા?


કોંગ્રેસના નેતા સચિન પાયલોટે પોતાની જ પાર્ટીની સરકારને કઠેડામાં મૂકી દીધી છે. તેમણે કહ્યું કે જ્યારે અમે વિપક્ષમાં હતા, ત્યારે અશોક ગેહલોત જી, મેં અને અન્ય નેતાઓએ જનતાને વચન આપ્યું હતું કે તેઓ વસુંધરા રાજેના કાર્યકાળ દરમિયાન થયેલા ભ્રષ્ટાચાર સામે પગલાં લઈશું. કમનસીબી છે કે સત્તામાં આવ્યાના સાડા 4 વર્ષ પછી પણ અગાઉની સરકારે આચરેલા ભ્રષ્ટાચાર સામે ગેહલોતે  કોઈ કાર્યવાહી કરી નથી. પાયલોટે કહ્યું કે અમારી કરણી અને કથનીમાં કોઈ ફરક ન હોવો જોઈએ. જો શબ્દો અને કાર્યોમાં ફરક હોય તો જનતાને લાગશે કે ઉપરના સ્તરે કોઈ સાઠગાંઠ છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે