હવે સત્યપાલ મલિકની થશે પૂછપરછ, રૂ.300 કરોડ રૂપિયાની લાંચ મામલે CBI કરશે પૂછપરછ


  • Published By :
  • Published Date : 2023-04-21 22:59:28

CBIએ જમ્મુ-કશ્મિરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકને તેમના દાવાની પૂછપરછના સંબંધમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.  તેમને જમ્મુ-કશ્મિરના તેમના કાર્યકાળ દરમિયાન બે ફાઈલોને નિપટાવવા માટે રૂ. 300 કરોડની લાંચની ઓફર કરવામાં આવી હતી. સુત્રોએ આ અંગે જાણકારી આપી છે.


સત્યપાલ મલિકે શું કહ્યું?


સત્યપાલ મલિકે ઈન્ડિયા ટુડે સાથે વાત કરતા કહ્યું કે CBIએ મને સામે રજુ થવા માટે એટલા માટે કહ્યું છે કારણ કે તે કેટલીક વાતો સ્પષ્ટ કરવા માગે છે. તેમણે મૌખિક રીતે મને 27  કે 28 એપ્રીલે મારી અનુકુળકતાએ મારી સુવિધા પ્રમાણે આવવા કહ્યું છે. સત્યપાલ મલિકે દાવો કર્યો હતો કે 23 ઓગસ્ટ 2018 અને 30 ઓક્ટોબર 2019 વચ્ચે જમ્મુ-કશ્મિરના રાજ્યપાલ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ફાઈલોને મંજુરી આપવા માટે તેમને રૂ. 300 કરોડ રૂપિયાની લાંચની ઓફર કરવામાં આવી હતી.


રામ માધવ પર લગાવ્યો હતો આરોપ


સત્યપાલ મલિકે તાજેતરમાં જ RSS અને ભાજપના નેતા રામ માધવ પર આરોપ લગાવ્યો હતો કે તેમના દ્વારા મલિકને મોટી રકમની લાંચની ઓફર કરવામાં આવી હતી. જો કે રામ માધવે આરોપો ફગાવી દીધા હતા અને તેમણે સત્યપાલ મલિક સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. ગત વર્ષે ઓક્ટોબરમાં સીબીઆઈએ આ મામલે સત્યપાલ મલિક સાથે પૂછપરછ કરી હતી.


સત્યપાલ મલિક સામે અગાઉ નોંધાઈ હતી FIR


ગયા વર્ષે એપ્રિલમાં, CBIએ સત્ય પાલ મલિક દ્વારા સરકારી કર્મચારીઓ માટે ગ્રુપ મેડિકલ ઈન્સ્યોરન્સ સ્કીમ અને કિરુ હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ સંબંધિત રૂ.2,200 કરોડના સિવિલ વર્કના કોન્ટ્રાક્ટ આપવામાં ભ્રષ્ટાચારના આરોપોના સંબંધમાં બે એફઆઈઆર નોંધવામાં આવી હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે