PM મોદીને 'ગુજરાતના કસાઈ' કહેનારા પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો આગામી મે મહિનામાં ભારત આવશે


  • Published By :
  • Published Date : 2023-04-20 16:23:06

પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો 4-5 મે દરમિયાન ભારતની મુલાકાતે આવશે. તે ગોવામાં યોજાનારી શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)ના સભ્ય દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ગુરૂવારે આ અંગે જાણકારી આપી છે. અત્રે ઉલ્લેખનિય છે કે બિલાવલની સાથે અધિકારીઓનું એક ડેલિગેશન પણ ભારતના પ્રવાસે આવશે. 


PM મોદી પર કર્યું હતું વિવાદાસ્પદ નિવેદન


પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ પીએમ મોદી અંગે વિવાદાસ્પદ નિવેદન આપતા હડકંપ મચી ગયો હતો. બિલાવલ ભુટ્ટોએ સંયુક્ત રાષ્ટ્રમાં આયોજીત એક પત્રકાર પરિષદમાં પીએમ મોદીને ગુજરાતના કસાઈ કહ્યા હતા,  તેમણે કહ્યું હતું કે વર્ષ 2002માં થયેલા ગુજરાત રમખાણો દરમિયાન બે હજારથી પણ વધુ મુસલમાનોનો નરસંહાર કરવામાં આવ્યો હતો. મોદીને સજા આપવાના બદલે, તેમને પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા છે.  


ભારતમાં યોજાશે SCOની બેઠક


અત્રે ઉલ્લેખનિય છે કે શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) એક શક્તિશાળી રિઝનલ ફોરમ છે. આ બેઠકમાં રશિયા, ચીન, ભારત, પાકિસ્તાન અને ઈરાનની સાથે જ મધ્ય એશિયાના દેશોનો સમાવેશ થાય છે. SCOનું અધ્યક્ષ પદ હાલ ભારત પાસે છે, અને ભારતની અધ્યક્ષતામાં આ જ વર્ષે SCOની મિટિંગો યોજાશે. આ બેઠકમાં સભ્ય દેશોના વિદેશ મંત્રીઓ ભાગ લેશે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.