અયોધ્યા ખાતે કરાઈ શાલિગ્રામ પથ્થરની પૂજા, આ શિલામાંથી બનશે ભગવાન રામની પ્રતિમા


  • Published By :
  • Published Date : 2023-02-02 13:22:15

અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિર નિર્માણ પામી રહ્યું છે. રામ ભગવાનની પ્રતિમા શાલિગ્રામ પથ્થરથી બનાવામાં આવવાની છે.  ત્યારે નેપાળથી શાલીગ્રામ પથ્થર ભારત આવી પહોચ્યા છે. પૂજા વિધી કર્યા બાદ આ શાલિગ્રામ પથ્થરને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રને સોંપવામાં આવી હતી. બુધવાર રાત્રે નેપાળના જનકપુરથી આવેલા શાલિગ્રામ પથ્થર અયોધ્યા આવ્યા હતા. શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. અયોધ્યા ખાતે શિલાનું ભવ્ય સ્વાગત કરાયું હતું.

 


ઢોલ-નગારા સાથે કરાયું શિલાનું સ્વાગત  

ભગવાન રામ પર અનેક ભકતો આસ્થા રાખતા હોય છે. નેપાળથી 373 કિલોમીટર અને 7 દિવસની યાત્રા કરી આ પથ્થર ભારત આવી પહોચ્યા છે. શાલિગ્રામ પથ્થરનું સ્વાગત કરવા સરયુ નદીના પુલ પર 2-3 હજાર લોકો હાજર રહ્યા હતા અને ઢોલ નગારા સાથે શિલાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શાલિગ્રામના સ્વાગત દરમિયાન જય શ્રી રામના નારા લાગ્યા હતા. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય, અનિલ મિશ્ર સહિતના અનેક ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા.          


પૂજા-વિધી કર્યા બાદ નેપાળથી રવાના થયા હતા પથ્થર 

ભારી સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે શીલાને રામસેવક પુરમ ખાતે મુકવામાં આવ્યા હતા. તે બાદ વૈદિક રીતે પથ્થરની પૂજા અર્ચના કરવામાં આવી અને આરતી પણ કરવામાં આવી હતી.આ પથ્થરોને નેપાળની પવિત્ર ગંડકી નદીમાંથી કાઠવામાં આવે છે. નેપાળમાં આ શિલાની પૂજા અર્ચના કરવામાં આવી હતી જે બાદ ભારત આવવા માટે યાત્રા શરૂ કરવામાં આવી હતી. બિહારના રસ્તે થઈ યુપીના કુશીનગર અને ગોરખપુર થઈ બુધવારે અયોધ્યા પહોંચ્યા હતા.  




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.