કુસ્તીબાજોના વ્હારે આવી સુપ્રીમ કોર્ટ! બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ જાતીય સતામણીના આરોપમાં કેસ કરાશે દાખલ!


  • Published By :
  • Published Date : 2023-04-28 17:17:00

છેલ્લા ઘણા સમયથી દિલ્હીના જંતર મંતર ખાતે કુસ્તીબાજો ધરણા કરી રહ્યા છે. રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણસિંહ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવે તેવી માગ કરી રહ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં બ્રિજભૂષણસિંહ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવે તેવી માગ કુસ્તીબાજો દ્વારા કરવામાં આવી હતી. બ્રિજભૂષણસિંહ પર એક સગીર કુસ્તીબાજ સહિત 7 મહિલા કુસ્તીબાજોએ શારીરિક શોષણના આરોપો મુક્યા છે. દિલ્હી પોલીસે આ સંદર્ભમાં એફઆઈઆર દાખલ નહોતી કરી.  જે પછી આ કુસ્તીબાજો દિલ્હીના જંતરમંતર પર  ધરણા-પ્રદર્શન પર બેઠા હતા..  અને સુપ્રીમ કોર્ટમાં તેમણે અરજી દાખલ કરી હતી. જેની આજે સુનાવણી થઇ હતી.. કુસ્તીબાજો વતી સુપ્રીમ કોર્ટમાં આ કેસ સીનિયર વકીલ કપિલ સિબ્બલે લડ્યો હતો.

        

આગામી સુનાવણી 17મેના રોજ હાથ ધરાશે!

સુનાવણી દરમિયાન કુસ્તીબાજો વતી કપિલ સિબ્બલે કોર્ટમાં કહ્યું હતું કે મહિલા કુસ્તીબાજોને સુરક્ષા પૂરી પાડવામાં આવે અને નિવૃત્ત ન્યાયાધીશોએ કેસની દેખરેખ રાખવી જોઈએ. આ અરજી પર કોર્ટે કહ્યું દિલ્હી પોલીસને સુરક્ષા આપવાનો આદેશ આપ્યો છે. કોર્ટે પોલીસને આગામી શુક્રવાર સુધીમાં તેમના દ્વારા લેવામાં આવેલા પગલાંની વિગતો આપવા કહ્યું. આ કેસની આગામી સુનાવણી 17 મેના રોજ થવાની છે.  


અનેક ખેલાડીઓએ આપી છે આ મામલે પ્રતિક્રિયા!

મહત્વનું છે કે કુસ્તીબાજોના સમર્થનમાં અનેક ખેલાડીઓ આવી રહ્યા છે. બજરંગ પુનિયા તેમજ વિનેશ ફોગાટનું સમર્થન ધરણા કરી રહેલા પહેલવાનોને મળી રહ્યો છે. નીરજ ચોપરા: આપણા એથ્લેટ્સ ન્યાય માટે રસ્તા પર બેઠા છે, એ જોઈને દુઃખ થાય છે. તેમણે આપણા દેશને ગૌરવ અપાવ્યું છે, સખત મહેનત કરી છે. એક રાષ્ટ્ર તરીકે અમે દરેકની ગરિમા અને અખંડિતતાના રક્ષણ માટે જવાબદાર છીએ. આ એક સંવેદનશીલ મુદ્દો છે. આપણે આ મામલે કોઈપણ પક્ષપાત અને પારદર્શિતા વગર વ્યવહાર કરવો જોઈએ. આ લોકોને ન્યાય મળવો જોઈએ. તે સિવાય ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાએ કહ્યું કે એક મહિલા તરીકે આ ખેલાડીઓને આ રીતે જોવા ખૂબ મુશ્કેલ છે. જ્યારે આપણા દેશ માટે સન્માન અપાવે છે, ત્યારે આપણે બધા ઉજવણી કરીએ છીએ. હવે આ મુશ્કેલ સમયમાં બધાએ તેમનો સાથ આપવો જોઈએ. આશા છે કે આજે નહીં તો કાલે તેમને ન્યાય મળશે.


ઈરફાન પઠાણે પણ આપી પ્રતિક્રિયા!

ભારતીય ટીમના ક્રિકેટર ઈરફાન પઠાણએ કહ્યું કે ભારતીય એથ્લેટ્સ હંમેશા આપણા ગૌરવ છે, માત્ર ત્યારે જ નહીં જ્યારે તેઓ અમને મેડલ અપાવે છે. તે સિવાય હરભજન સિંહે કહ્યું સાક્ષી, વિનેશ ભારતનું ગૌરવ છે. એક રમતવીર તરીકે દેશના ગૌરવને રસ્તા પર વિરોધ કરી રહેલા જોઈને મને દુઃખ થાય છે. હું પ્રાર્થના કરું છું કે તેમને ન્યાય મળે. 


હરિયાણા રેસલિંગ એસોસિયેશન તરફથી આવી પ્રતિક્રિયા! 

તો બીજી તરફ  હરિયાણા રેસલિંગ એસોસિયેશનના જનરલ સેક્રેટરી રાકેશ તરફથી મોટું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું- વિનેશ અને સાક્ષી સાથે કંઈ ખોટું થયું નથી. ફોગાટ પરિવાર રેસલિંગ ફેડરેશન પર કબજો કરવા માગે છે. તેમણે કોંગ્રેસના નેતાઓ પર કુસ્તીબાજોને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો. એમ પણ કહ્યું- બજરંગ પુનિયા સરકારી અધિકારી છે. તેઓ પરવાનગી વિના ધરણાં પર બેસી શકે નહીં.


બ્રિજભૂષણ શરણ સિંહનો સામે આવ્યો વીડિયો!

કુસ્તીબાજોની હડતાળ વચ્ચે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા એટલે કે WFIના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહનો એક વીડિયો સામે આવ્યો છે. આમાં તેઓ એક કવિતા વાંચી રહ્યા છે.  પોતાની દૃઢતા અને સંઘર્ષની વાત કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે, જે દિવસે મારો સંઘર્ષ સમાપ્ત થશે એ દિવસે મારું મૃત્યુ નજીક આવશે



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.