પેન્શન માટે ગરમીમાં ચાલતી વૃદ્ધાનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ! નિર્મલા સીતારમણે વીડિયો ટ્વિટ કરી લખ્યું - માનવતા બતાવો


  • Published By :
  • Published Date : 2023-04-21 16:23:51

આપણામાંથી એવા અનેક લોકો હશે જેણે અનેક વખત કામ કરાવા માટે બેંકોના ધક્કા ખાધા હશે.ઘણી વખત એવું પણ બનતું હોય છે કે ધક્કા ખાધા બાદ પણ કામ પૂર્ણ થતું નથી. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની નોંધ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લીધી છે. એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વૃદ્ધ મહિલા તૂટેલી ખુર્શીના સહારે ચાલતા ચાલતા બેંકમાં પેન્શન લેવા જઈ રહી છે. વીડિયોને ટ્વિટ કરતા નાણામંત્રીએ બેન્ક માટે લખ્યું કે થોડી તો માનવતા બતાવો.

  

સોશિયલ મીડિયા પર એક વૃદ્ધાનો વીડિયો થયો હતો વાયરલ!

સરકારી કચેરીઓમાંથી કામ કઢાવવું અઘરૂં છે. એ પછી સરકારી બેંક હોય કે પછી કોઈ સરકારી ઓફિસ હોય ત્યાં જતાં લોકો ઘણી વખત નિરાશાનો ભોગ બનતા હોય છે. અનેક ધક્કા ખાધા બાદ પણ અનેક વખત કામ પૂર્ણ નથી થતાં. એમાં પણ જે વૃદ્ધો હોય છે તેમને પેન્શન માટે અનેક ધક્કા ખાવા પડતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તૂટી ખુરશીનો સહારો લઈ ઓડિશાની 70 વર્ષીય મહિલા પેન્શન લેવા માટે કાળઝાળ ગરમીમાં બેંકમાં જઈ રહી છે. આ મહિલાનું નામ સૂર્યા હરિજન હોવાનું સામે આવ્યું છે અને તેમનો પુત્ર બીજા રાજ્યમાં મજૂરી કામ કરે છે. 

वित्त मंत्री निर्मला सीतारमण ने वीडियो शेयर कर बैंक से सवाल किया।


નિર્મલા સીતારમણે વૃદ્ધાનો વીડિયો શેર કરી કહ્યું માનવતા બતાવવી પડશે    

સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આ વાતની નોંધ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લીધી છે. વીડિયો ટ્વિટ કરી તેમણે બેંકના અધિકારીને ઝાટકી કાઢ્યા છે. નિર્મલા સીતારમણે લખ્યું કે તમારે માનવતા બતાવી પડશે. નાણામંત્રીના ટ્વિટર પર લખ્યું કે અમે જોઈ રહ્યા છીએ કે બેંકના મેનેજર આની પર જવાબ આપી રહ્યા છે. પરંતુ ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટ અને એસબીઆઈ આ મામલે માનવતા દેખાડી કોઈ કદમ ઉઠાવે. શું તમારી પાસે બેંક મિત્ર નથી? આની પર એસબીઆઈ દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો 

 

નાણામંત્રીના ટ્વિટરનો આપ્યો જવાબ!

એસબીઆઈએ જવાબ આપતા લખ્યું કે આ વીડિયો જોઈ અમને પણ દુખ થયું. વૃદ્ધ મહિલા દર મહિને પોતાના ગામમાં સ્થિત સીએસપી પોઈન્ટથી પેન્શન કાઢે છે. વૃદ્ધ હોવાને કારણે તેમની ફિંગર પ્રીન્ટ મેચ નથી થતીં. તે પોતાના સંબંધી સાથે ઝારીગાંવ સ્થિત અમારી બ્રાન્ચમાં ગયા હતા. મેનેજરે તેમને તરત જ પૈસા નિકાળીને આપી દીધા હતા. વધુમાં મેનેજરે કહ્યું કે હવેથી દર મહિને મહિલાના ઘરે પેન્શન પહોંચી જશે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.