પશ્ચિમ બંગાળના હુગલીમાં શોભા યાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે પથ્થરમારો અને આગચંપી


  • Published By :
  • Published Date : 2023-04-02 20:42:55

પશ્ચિમ બંગાળમાં રામ નવમીના દિવસે શરૂ થયેલી હિંસા હજુ પણ અટકવાનું નામ નથી લઈ રહી. હાવડા અને ઉત્તર દિનાજપુરમાં હિંસા બાદ આજે હુગલીમાં હિંસાનો મામલો સામે આવ્યો છે. હુગલીમાં રામ નવમી થીમ પર આયોજિત શોભાયાત્રા દરમિયાન જોરદાર હિંસા થઈ છે. ભાજપ દ્વારા આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.


ભાજપના નેતા દિલીપ ઘોષ પણ જોડાયા હતા 


આ શોભાયાત્રામાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે પણ ભાગ લીધો હતો. કાર્યક્રમમાંથી દિલીપ ઘોષની વિદાય બાદ અચાનક જ બંને સંપ્રદાયો વચ્ચે મારામારીની ઘટનાઓ શરૂ થઈ ગઈ હતી. શોભાયાત્રા દરમિયાન બે જૂથો સામસામે આવી ગયા હતા. શોભાયાત્રા દરમિયાન ભારે પથ્થરમારો થયો હતો. પથ્થરબાજીથી બચવા માટે કેટલાક લોકો સલામત જગ્યાની શોધમાં દોડતા પણ જોવા મળ્યા હતા. આ સાથે આ દરમિયાન આગચંપી પણ કરવામાં આવી હતી. હિંસાની સ્થિતિને જોતા ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ સપ્તાહની શરૂઆતમાં પણ બંગાળના હાવડામાં રામનવમીના શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી.


ભાજપના નેતાના મમતા સરકાર પર પ્રહાર 


રાજ્યમાં ફરી આ પ્રકારની ઘટના માટે ભાજપના દિલીપ ઘોષે રાજ્ય સરકારને જવાબદાર ગણાવી છે. પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું કે, શોભા યાત્રા દરમિયાન મહિલાઓ અને બાળકો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. હાવડા હિંસા પછી પણ રાજ્ય સરકાર કોઈ પગલાં લઈ રહી નથી. પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી રહી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે