મમતાને મોટો ઝટકો, બંગાળમાં રામનવમી પર થયેલી હિંસાની તપાસ કોલકાત્તા હાઈકોર્ટે NIAને સોંપી


  • Published By :
  • Published Date : 2023-04-27 14:14:30

રામ નવમીના દિવસે પશ્ચિમ બંગાળના વિવિધ જિલ્લાઓમાં થયેલી હિંસાને લઈ કોલકાત્તા હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે, હાવડા અને દાલકોલા સહિત અલગ-અલગ શહેરોમાં થયેલી હિંસાની ઘટનાઓની તપાસ હવે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને સોંપવામાં આવી છે.


શુભેન્દુ અધિકારીએ કરી હતી અરજી


પશ્ચિમ બંગાળના વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ની કાર્યકારી ચીફ જસ્ટીસ ટીએસ શિવાગનનમની અધ્યક્ષતાવાળી બેન્ચે સુનાવણી કરી હતી. સુનાવણી બાદ બંગાળ પોલીસ પાસેથી ઘટનાની તપાસ છિનવી લઈને એનઆઈએને સોંપવામાં આવી હતી. પોતાની જનહિતની અરજીમાં અધિકારીએ કહ્યું કે રામ નવમી પર થયેલી હિંસામાં બોંબ વિસ્ફોટ થયા હતા, અને ત્યાર બાદ તપાસ એનઆઈએ દ્વારા કરાવવામાં આવવી જોઈએ.  


ડોક્યુમેન્ટ્સ  NIAને સોંપવાનો આદેશ


આ જ અરજી અંગે કોર્ટે બંગાળ પોલીસને કેસની તપાસના તમામ રેકોર્ડસ અને સીસીટીવી ફુટેજ કેન્દ્ર સરકારને બે સપ્તાહમાં સોંપવાની સુચના આપી હતી. તે સાથે જ કેન્દ્રએ આ ડોક્યુમેન્ટ્સને એનઈએને મોકલવાનું કહ્યું છે.


બંગાળમાં થઈ હતી હિંસા


અત્રે ઉલ્લેખનિય છે કે રામ નવમીના તહેવાર પ્રસંગે સમગ્ર બંગાળમાં હિંસા ભડકી હતી. તોફાની તત્વોએ વાહનોને આગ લગાવી હતી, તથા પથ્થરમારો કરી દુકાનોમાં તોડફોડ કરી હતી. તે ઉપરાંત વિવિધ સ્થળોએ  વિવિધ રાજકિય પક્ષોના કાર્યકરો વચ્ચે પણ હિંસક અથડામણ થઈ હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે