ભારતમાં નિર્મિત આ બે કફ સિરપને લઈને WHOનું એલર્ટ, બાળકો માટે અસુરક્ષિત જાહેર


  • Published By :
  • Published Date : 2023-01-12 13:45:46

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ ભારતમાં નિર્મિત બે કફ સિરપને લઈને ચેતવણી જાહેર કરી છે. WHOએ નોઈડા સ્થિત ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની મેરિયન બાયોટેકના ઉધરસની દવાને લઈને ચેતવણી આપી છે. WHOએ વેબસાઈટ પર એલર્ટ જાહેર કરીને કહ્યું છે કે આ બે મેડિકલ પ્રોડક્ટ તેના દુષિત ઉત્પાદનોને સુચવે છે.


આ બે કફ સિરપને લઈ ચેતવણી


ભારતની મેરિયન બાયોટેક દ્વારા બનાવવામાં આવેલી બે કફ સિરપનો બાળકો માટે ઉપયોગ કરવો જોઈએ નહીં. આ બે ઉત્પાદનોમાં Ambronol Syrup અને DOK-1 Max Syrupનો સમાવેશ થાય છે. બંને સિરપની ઉત્પાદક કંપની મેરિયન બાયોટેક છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ કહ્યું કે  ભારતની મેરિયન બાયોટેક દ્વારા નિર્મિત આ કફ સિરપ પિવાથી ઉઝબેકિસ્તાનમાં 19 બાળકોના મોત થયા હતા. 


શા માટે એલર્ટ જાહેર કરાઈ?


સંયુક્ત રાષ્ટ્રની સ્વાસ્થ્ય એજન્સી WHOએ એલર્ટ જાહેર કરતા કહ્યું કે આ એક ઓછી ગુણવત્તાવાળું અને અસુરક્ષિત ઉત્પાદન છે. ખાસ કરીને બાળકોમાં તેના ઉપયોગથી ગંભીર બિમારી કે મૃત્યુ પણ થઈ શકે છે. WHOએ જણાવ્યું કે, પ્રયોગશાળાના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે બંને ઉત્પાદનોમાં ડાયેથિલિન ગ્લાયકોલ અથવા ઇથિલિન ગ્લાયકોલની વધારે માત્રામાં છે. તેમણે કહ્યું કે અમે ઉઝબેકિસ્તાનના અધિકારીઓના સંપર્કમાં છીએ અને હજુ પણ બાળકોના મૃત્યુ અંગે માહિતી મેળવતા રહીએ છીએ અને અહેવાલોની ચકાસણી કરવાની પ્રક્રિયા ચાલુ છે. અત્રે ઉલ્લેખનિય છે કે આફ્રિકન દેશ ગામ્બિયામાં પણ ઓક્ટોબર 2022માં કફ સિરપને કારણે 60થી વધુ બાળકોના મોતનો મામલો સામે આવ્યો હતો. 



સુરત લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નિલેશ કુંભાણી અનેક દિવસોથી ગાયબ હતા. કોંગ્રેસે તેમને સસ્પેન્ડ કર્યા છે. ત્યારે આજે તેમણે વીડિયો બનાવી પોતાની પ્રતિકિયા આપી છે.

આપના પૂર્વ નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાવાના છે. આ મામલે ગોપાલ ઈટાલિયાએ પ્રતિક્રિયા આપી છે.. પ્રતિક્રિયા આપતા તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

કમાવવાની પાછળ આપણે એટલા બધા લાગી ગયા છીએ કે આપણને ખબર જ નથી પડતી કે આપણી જીંદગી પૂરી થઈ રહી છે... જવાનમાં આપણે ક્યારે ઘરડા થઈ જઈશું તેની ખબર નહીં પડે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જે વાતને બહુ સારી રીતે સમજાવે છે...

જમાવટની ઈલેક્શન યાત્રા અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે. અનેક યુવાનો, બાળકો સાથે વાત કરી હતી ત્યારે તેમણે જે કહ્યું જે વિચારવા જેવું છે.. બાળકો જે જોવે છે તે કહે છે...