તારક મહેતા શોમાં ચંપક ચાચાનું પાત્ર ભજવનાર અમિત ભટ્ટ થયા ઈજાગ્રસ્ત, બેડ રેસ્ટ હોવાને કારણે નથી કરી રહ્યા શુટિંગ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-18 14:44:48

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોએ આપણા જીવનમાં એક વિશેષ સ્થાન બનાવ્યું છે. દરેક વયના લોકોને આ શો ગમતો હોય છે. ત્યારે તારક મહેતામાં બાપુજીનો રોલ ભજવનાર અમિત ભટ્ટને ઈજાઓ પહોંચી છે. સુટિંગ દરમિયાન ચાચાજી ઈજાગ્રસ્ત થયા છે. ઈજાઓ પહોંચતા ચંપક ચાચાને બેડ રેસ્ટ કરવાની સલાહ આપવામાં આવી છે જેને કારણે તેઓ હાલ શુટિંગ નથી કરી રહ્યા. તારક મહેતા

દોડતી વખતે બેલેન્સ ગુમાવતા થયા ઈજાગ્રસ્ત

મળતી માહિતી મુજબ અમિત ભટ્ટ ઉર્ફે ચંપક ચાચાને એક સીનમાં ભાગવાનું હતું. ભાગતી વખતે તેમણે પોતાનું બેલેન્સ ગુમાવી દીધું હતું જેને કારણે તેમને ઈજાઓ પહોંચી હતી. ઈજા પહોંચતા તેઓ હાલ શૂટિંગ નથી કરી રહ્યા. બેલેન્સ ગુમાવી દેતા તેઓ પડી ગયા હતા. ઈજા પહોંચતા તેમને ડોક્ટરને આરામ કરવાની સલાહ આપી છે.                  

અનેક કિરદારોએ છોડી દીધો છે શો 

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલે મુખ્યત્વે તમામ લોકોના દિલમાં પોતાની જગ્યા બનાઈ છે. આ શો ટેલિવિઝન પર સૌથી લાંબો ચાલનારો શો બન્યો છે. તમામ કલાકારોને દુનિયાભરના દર્શકો પસંદ કરી રહ્યા છે. પરંતુ છેલ્લા અનેક સમયથી અનેક પાત્રોએ શોને અલવિદા કહી દીધું છે. દયાભાભી તો છેલ્લા કેટલાય વર્ષોથી શોમાં દેખાઈ નથી. તારક મહેતા ઉર્ફે શૈલેષ લોઢાએ પણ શોને અલવિદા કહી દીધું હતું. અનેક લોકપ્રિય અભિનેતાઓએ શોને છોડી રહ્યા છે જેને કારણે પહેલા જેવો રંગ જામતો નથી તેવી ફરિયાદો દર્શકો કરી રહ્યા છે.  





વેરાવળના ટાવરચોકમાં એક જાહેર સભા હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતા કોંગ્રેસના સમર્થનમાં સંબોધન કરી રહ્યાં હતા.. અને કોંગ્રેસ પર જ પ્રહાર કરી બેઠા....જગમલવાળા કોંગ્રેસમાંથી ધારાસભ્ય વિમલ ચૂડાસમા પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા તો સામે વિમલ ચૂડાસમાએ પણ જગમલ વાળાને ભાજપના માણસ ગણાવી દીધા...

પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે... ઠેર ઠેક ભાજપનો વિરોધ થયો. ત્યારે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને ફરી એક વખત વિરોધનો સામનો કરવો પડ્યો છે તેવી માહિતી સામે આવી છે.

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાએ ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કર્યો છે. વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં ચૈતર વસાવા ગેનીબેનને જીતાડવા માટે અપીલ કરી રહ્યા છે.

ગુજરાતમાં સાતમી તારીખે મતદાન થવાનું છે. નેતાઓ દ્વારા અનેક નિવેદનો આપવામાં આવ્યા છે જેને કારણે વિવાદ છેડાતો હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નેતા અને ચૂંટણીને સમર્પિત રચના.