સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી પર્વતમાળાને લઇને સુનાવણી હાથ ધરાઈ છે . જેમાં , સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની પરિભાષાને લઇને આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ જેમાં , CJI સૂર્યકાન્ત , જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ એજી મસીહ છે તેમના દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે , સુઓમોટો સંજ્ઞાન લીધું હતું. અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યાને લઇને સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના જુના ચુકાદા પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે , આગામી જાન્યુઆરીની ૨૧મી તારીખે સુનાવણી હાથ ધરવાનો નિર્ણય લીધો છે.

આ કેસમાં કેન્દ્ર સરકાર તરફથી , તુષાર મેહતાએ સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી છે કે, " એક્સપર્ટ કમિટીના રિપોર્ટ પર અને સુપ્રીમકોર્ટના ચુકાદાને લઇને ઘણી ભ્રમણાઓ છે. એક્સપર્ટ કમિટી બનાવવામાં આવી હતી અને તેના રિપોર્ટનો સ્વીકાર સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. " આજે સુનાવણીમાં CJI સૂર્યકાન્તએ કહ્યું છે કે, "અરવલ્લીની વ્યાખ્યાને લઇને , એક ખુબ જ સ્વતંત્ર અને નિષ્પક્ષ મતની જરૂરિયાત છે. CJI સુર્યકાંતે અરવલ્લીની પર્વતમાળામાં ખનનકામને લઇને પણ મહત્વની ટિપ્પણી કરી છે કે , "નવા સીમાંકિત અરવલ્લી વિસ્તારમાં ટકાઉ ખાણકામ કે નિયમન કરેલ ખાણકામ, ખાણકામ માટે નિયમો હોવા છતાં, કોઈપણ પ્રતિકૂળ પર્યાવરણીય પરિણામોમાં પરિણમશે કે કેમ તેનું વિશ્લેષણ કરી શકાય છે." હવે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે. આ ઉપરાંત પોતાના જુના ચુકાદા પર રોક લગાવી દીધી છે.

આપને જણાવી દયિકે , અરવલ્લીની પર્વતમાળા દિલ્હી , હરિયાણા , રાજસ્થાન અને ગુજરાત સુધી ફેલાયેલી છે. તાજેતરમાં થયેલા , અરવલ્લી બચાવવાના અભિયાનને લઇને સુપ્રીમ કોર્ટએ સુઓમોટો સંજ્ઞાન લીધું છે. અરવલ્લી પર્વતમાળા ઉત્તર-પશ્ચિમ ભારતની એક પર્વતશૃંખલા છે. જે ઉત્તરે દિલ્હીથી શરૂ કરીને મધ્યમાં રાજસ્થાનની સળંગ લંબાઈમાં થઈને દક્ષિણ ગુજરાત સુધી વિસ્તરેલી છે અને આશરે 800 કિમી. લંબાઈવાળી છે. તેનું સૌથી ઊંચું શિખર રાજસ્થાનમાં માઉન્ટ આબુ ખાતે આવેલું ‘ગુરુ શિખર’ છે. નવેમ્બરેની ૨૦ તારીખે , સુપ્રીમ કોર્ટની બેચ જેમાં પૂર્વ CJI બી આર ગવઇ , જસ્ટિસ કે વિનોદ ચંદ્રન , જસ્ટિસ NV અંજારિયાએ કેન્દ્ર સરકાર દ્વારા અરવલ્લી માટે સૂચવાયેલી નવી વ્યાખ્યાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.






.jpg)








