પાટડીમાં ટ્રેકટરની ટ્રોલીમાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-02-11 20:55:45

સુરેન્દ્રનગરમાં પાટડી ખાતે LCBના દરોડામાં ખુબ મોટાપાયે વિદેશી દારૂનો ઝડપી પાડવામાં આવ્યો છે. પાટડીના જરવલા ગામની સીમમાં આ ગેરકયદેસર વિદેશી દારૂનો જથ્થો ટ્રેકટરની ટ્રોલીમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. જેના લીધે, સુરેન્દ્રનગરના બુટલેગરોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા SP પ્રેમસુખ ડેલુંની સૂચના મુજબ અલગ અલગ ટિમો બનાવીને કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરોડાની આ કામગીરીમાં હવે સ્થળ પર હાજર આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. 

સુરેન્દ્રનગરના SP પ્રેમસુખ ડેલુંએ જિલ્લામાં પ્રોહિબિશનની કામગીરી પર અંકુશ મેળવવા માટે થોડાક સમય અગાઉ , લોકલ ક્રાઇમ બ્રાન્ચને , જિલ્લામાંથી પસાર થતા અલગ અલગ નેશનલ હાઇવે રોડ તથા સિમ વિસ્તારમાંથી ખાસ પેટ્રોલિંગ હાથ ધરીને વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવા માટે સૂચના આપવામાં આવી હતી. SP પ્રેમસુખ ડેલુંની સૂચના પછી , LCBના PI જે વાય પઠાણ તથા પેરોલ સ્ક્વોડના ઇન્ચાર્જ PSI એન એ રાયમાં દ્વારા અલગ અલગ ટિમો બનાવવામાં આવી હતી. ત્યારબાદ LCBના આ પોલીસ કર્મીઓના નેતૃત્વમાં , પાટડીના જરવલા ગામની સીમમાં લોબાસર તલાવડી જવાના રસ્તે એક પડતર જગ્યામાં જયારે પેટ્રોલિંગ હાથ ધરાયુ ત્યારે તેમને ટ્રેકટરની ટ્રોલીમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો ખુબ મોટો જથ્થો મળી આવ્યો હતો. જેમાં ૧૬૧૬ નંગ દારૂની બોટલો જેમની કિંમત રૂપિયા ૩,૧૩,૬૩૬ , બિયર ટીનના ૪૫૨ નંગ જેની કિંમત થાય છે ૯૯,૪૪૦ રુપિયા એમ કુલ ૪,૧૩,૦૭૬ રૂપિયાનો દારૂ અને ટ્રેકટર ટ્રોલી સહીત ૫,૦૦,૦૦૦ કુલ ૯,૧૩,૦૭૬ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. 

દરોડામાં ઝડપી પાડેલ ૧ આરોપી જેમનું નામ છે , હર્ષદ ઠાકોર અને અજાણ્યા ટ્રેકટર ચાલકની સામે પાટડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. LCBની આ કામગીરીથી સ્થાનિક બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે