લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

પાંચ મહિના બાદ દેવાયત ખવડ અને સનાથલના ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થયુ છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. 20 ફેબ્રુઆરી, 2025ના રોજ ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે બબાલ શરૂ થઈ હતી. દેવાયત ખવડની કારના કાચ ફોડવામાં આવ્યા હતા. ત્યારબાદ સનાથલના ધ્રુવરાજસિંહ પર ગીરમાં 12 ઓગસ્ટે હુમલો થયો હતો. ત્યારબાદ કાયદાકીય લડાઈ પણ શરૂ થઈ હતી. જોકે, આજે 28 ડિસેમ્બરએ બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવીને વિવાદનો અંત લાવ્યો હતો. આ જે તસ્વીર છે ધ્રુવરાજસિંહ ચૌહાણના અમદાવાદના સનાથલ સ્થિત ઘરથી સામે આવી છે. હવે સોશ્યિલ મીડિયામાં દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે. હવે જાણીએ આ આખો મામલો શું છે જેમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડ સતત સમાચારોમાં રહે છે? દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે જૂની અદાવત છે જેમાં, ધ્રુવરાજસિંહ ચૌહાણને તાલાલામાં દેવાયત ખવડ સહીત તેમના માણસો દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ પછી , ધ્રુવરાજસિંહ ચૌહાણને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી દેવાયત ખવડ ફરાર થઇ ગયા હતા. આ પછી પોલીસે તેમની સુરેન્દ્રનગરના દુધઈના એક ફાર્મહાઉસમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ પછી ગીરસોમનાથના પૂર્વ SP મનોહરસિંહ જાડેજા દ્વારા દેવાયત ખવડની પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછમાં દેવાયત ખવડે સ્વીકારી લીધું છે કે, ધ્રુવરાજસિંહ ચૌહાણ પર જે છેલ્લા ૬ મહિનામાં બબાલ થઇ હતી તેનું વેર વાળવા માટે આ હુમલો કરાયો હતો.

બંને વચ્ચે શું છે જૂની અદાવત? સનાથલ ગામ ખાતે 20 ફેબ્રુઆરી, 2025ના રોજ ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતાં તેની કાર પર હુમલો થયો હતો. આ મામલે પોલીસે ભગવતસિંહ ચૌહાણ, ધ્રુવરાજસિંહ ચૌહાણ, રામભાઈ ચૌહાણ, મેઘરાજ સિંહ અને અન્ય ચાર લોકો વિરુદ્ધ ધાડની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. બીજી તરફ હુમલો કરનાર આરોપી પૈકીના એક આરોપી ભગવતસિંહે પણ દેવાયત ખવડ વિરુદ્ધ આઠ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદથી બંને જૂથ વચ્ચે વેરનાં બીજ રોપાયાં હતાં.






.jpg)








