અનિરૂધ્ધસિંહ જાડેજાએ રાજકોટના ઉદ્યોગપતિ ગોવિંદ સગપરીયા સામે માંડ્યો માનહાનીનો દાવો


  • Published By :
  • Published Date : 2023-03-10 22:25:56

રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજા ફરી એક વખત મેદાને આવ્યા છે. અનિરૂધ્ધસિંહ જાડેજાએ રાજકોટના ઉદ્યોગપતિ ગોવિંદ ભગવાનજીભાઈ સગપરીયાને રૂપિયા 50 કરોડના માનહાનીના દાવા સાથે નોટિસ ફટકારી છે. ગોંડલના એડવોકેટ દિનેશ પાતરએ તેમના અસીલ અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજા (રીબડા) વતી આ નોટિસ ફટકારી છે.


શા માટે નોટિસ ફટકારી?


નોટિસમાં અનિરૂધ્ધસિંહ જાડેજાની બદનામી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.  નોટિસમાં જણાવ્યા મુજબ તમારા આ પ્રકારના દુષ્કૃત્ય પાછળનું એકમાત્ર કારણ અમારા અસીલની બદનક્ષી કરી તેઓને સામાજીક, વ્યવસાયીક, અને પારીવારીક પ્રતિષ્ઠાને હાની પહોંચાડી અમારા અસીલને સમાજમાં નીચા જોવાપણું થાય અને સમાજમાં ક્ષોભ અને શરમમાં મૂકાય તેવા સંજોગાનું નિર્માણ કરવાનું હતું. તમારા આ પ્રકારના ગેરકાયદેસરના કૃત્યને કારણે અમારા અસીલ તથા તેના પરીવારજનોને અસહ્ય અને તીવ્ર માનસીક ત્રાસ વેઠવો પડેલ અને હાલ પણ તેની અસર ચાલું છે. જાડેજા પરિવારે આ માટે પારીવારીક રીતે થયેલ આબરુંના ધોવાણની નુકશાની પેટે રૂપિયા 50 કરોડના વળતરની માગ કરી છે.


સમગ્ર મામલો છે?


રીબડા ગામ ખાતે તા. 22.12.2022 ના રોજ વિવિધ સમાજના આગેવાનોનું ગોંડલના ધારાસભ્ય તેમજ પૂર્વ ધારાસભ્યની હાજરીમાં એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મૂળ રીબડાના અને હાલ રાજકોટ રહેતા ઉદ્યોગપતિ ગોવિંદ સગપરિયાએ સભામાં જણાવ્યું હતું કે તેઓ 40 વર્ષ પહેલાં મહિપતસિંહ જાડેજાના પરિવારના ત્રાસથી રીબડા છોડી ચૂક્યા છે. દિવસ-રાત મહેનત કરી કારખાનાં ચલાવી રહ્યા છે. તેમ છતાં પણ તેમના શિરે 5 કરોડનું દેણું છે. જ્યારે મહિપતસિંહ અને અનિરુદ્ધસિંહનો પરિવાર જેલમાં બેઠાં બેઠાં પણ રૂપિયા 1000 કરોડનો આસામી કઈ રીતે બની ગયો તેની સરકારે તપાસ કરવી જોઈએ.



ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.

વેનેઝુએલામાં માત્ર 39 સેકન્ડમાં 7.2 અને 7.5ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા. ઓછામાં ઓછા 32નાં મોત, 700થી વધુ ઘાયલ અને કરાકાસમાં ભારે તબાહી. વાંચો સંપૂર્ણ માહિતી.

પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.