વિકાસ સહાય બની શકે છે રાજ્યના નવા DGP, આગામી 2-3 દિવસમાં થશે જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-02-15 13:54:24

રાજ્યના પોલીસ વડા કોણ બનશે તે અંગે અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે. થોડા દિવસથી વિકાસ સહાય ઈન્ચાર્જ ડીજીપીનો ચાર્જ સંભાળી રહ્યા છે. જો કે હવે વિકાસ સહાય પૂર્ણકાલીન ડીજીપી બનાવવામાં આવશે. આ અંગે ટુંક સમયમાં જ જાહેરાત કરવામાં આવશે. 


વિકાસ સહાય બનશે આગામી DGP


રાજ્યના પોલીસ વડા તરીકે આશિષ ભાટીયા નિવૃત થયા બાદ તેમના સ્થાને 1989 બેન્ચના છે IPS વિકાસ સહાયને વધારાની જવાબદારી સોંપવામાં આવી હતી. ડીજીપીની રેસમાં પાંચ સિનિયર અધિકારીઓના નામ શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા હતા.  DGP બનવાની આ રેસમાં સૌથી આગળ અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને 1989 બેચના IPS અધિકારી વિકાસ સહાયનું નામ આગળ ચાલી રહ્યું હતું. અંતે હવે વિકાસ સહાયનું નામ ફાઈનલ થઈ ગયું છે. તેમના નામની સત્તાવાર જાહેરાત આગામી બેથી ત્રણ દિવસમાં કરાવામાં આવશે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે