કાર્તિક આર્યને ભૂલ ભૂલૈયા 3નું ટીઝર કર્યું રિલીઝ, સોશિયલ મીડિયા પર શેર કરી ફિલ્મ રિલીઝ થવાની તારીખ!


  • Published By :
  • Published Date : 2023-03-02 15:26:15

સોશિયલ મીડિયા પર કાર્તિક આર્યને એક પોસ્ટ શેર કરી છે જેમાં  એક્ટરે ભૂલ ભૂલૈયા-3નું ટીઝર રિલિઝ કર્યું છે. હાલ બોલિવુડમાં અનેક ફિલ્મો આવી રહી છે જે કોઈ ફિલ્મનું સિક્વલ હોય છે. થોડા સમય પહેલા ભૂલ ભૂલૈયા પાર્ટ 2 આવી હતી. કાર્તિક આર્યને ભૂલ ભૂલૈયા 3 નું એલાન કરી દીધું છે. આ ફિલ્મમાં પણ કાર્તિક આર્યન લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મના ટીઝર કાર્તિક આર્યન રૂહ બાબાના કિરદારમાં જોવા મળશે. આ ફિલ્મ 2024માં રિલીઝ થઈ શકે છે.


કાર્તિક આર્યને ફિલ્મનું ટીઝર કર્યું શેર

બોલિવુડની અનેક ફિલ્મોનું શૂટિંગ ચાલી રહ્યું છે. 2023માં અનેક ફિલ્મો રિલીઝ થવાની છે. ત્યારે કાર્તિક આર્યેને પોતાની આગામી ફિલ્મ ભૂલ ભૂલૈયા 3 નું ટીઝર રિલીઝ કર્યું છે. સોશિયલ મીડિયા પર એક્ટરે ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે. ટીઝરની શરૂઆત દરવાજાના સીનથી થાય છે જેની પાછળ મંજૂલિકા બંધ છે. બેકગ્રાઉન્ડમાં અમી જે તોમાર ગીત ચાલી રહ્યું છે. કાર્તિક આર્યન કહે છે કે શું લાગ્યું હતું, કહાની સમાપ્ત થઈ ગઈ? દરવાજા હંમેશા બંધ એટલા માટે જ થાય છે જેથી તે એક દિવસ ખુલી શકે. આ ફિલ્મમાં રૂહ બાબાના રોલમાં કાર્તિક આર્યન જોવા મળશે. 

Rooh Baba returns! Kartik Aaryan announces Bhool Bhulaiyaa 3 with spooky  video. Watch - India Today

ભૂલ ભૂલૈયા 2ને મળ્યો હતો દર્શકોનો પ્રેમ  

ભૂલ ભૂલૈયા 2 ફિલ્મ 2022માં રિલીઝ થઈ હતી જે સારી કમાણી કરનારી ફિલ્મોમાંથી એક હતી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મે 250 કરોડ જેટલીનાની કમાણી કરી હતી. કોરોના સમયે જ્યાં એક તરફ બોક્સ ઓફિસ પર ટકી રહેવા મહેનત કરી રહી હતી ત્યારે આ ફિલ્મને દર્શકો તરફથી સારો રિસ્પોન્સ મળ્યો હતો. આ ફિલ્મ કાર્તિક આર્યનના કરિયરની સારી કમાણી કરનારી ફિલ્મોમાંની એક છે. ટીઝરની સાથે સાથે એક્ટરે ફિલ્મ ક્યારે રિલીઝ થશે તે અંગે પણ માહિતી આપી હતી. વર્ષ 2024ની દિવાળીની આસાપાસ આસપાસ આ ફિલ્મ રિલીઝ થઈ શકે છે. ટી-સિરીઝના બેનર હેઠળ આ ફિલ્મ તૈયાર થઈ રહી છે. 

Bhool Bhulaiyaa - Rotten Tomatoes

2007માં ભૂલ ભૂલૈયા ફિલ્મ થઈ હતી રિલીઝ 

મહત્વનું છે કે આ ફિલ્મનો પહેલો ભાગ ભૂલ ભૂલૈયા 2007માં આવી હતી. પહેલા સિક્વલમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. અક્ષયની સાથે વિદ્યાબાલન, અમીષા પટેલ, પરેશ રાવલ સહિત અનેક કલાકારો જોવા મળ્યા હતા. તે ફિલ્મ પણ બોક્સઓફિસ પર હીટ ગઈ હતી. આ ફિલ્મને આજે પણ દર્શકો યાદ કરે છે. વિદ્યા બાલનને મોંજુલિકાનું પાત્ર ભજવવા બદલ અનેક એવોર્ડ પણ મળ્યા છે. ભૂલ ભૂલૈયા 3ની જાહેરાત થતા ફેન્સ પણ એક્સાઈટેડ જોવા મળી રહ્યા છે.  




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .