દિંવગત અભિનેતા પુનીત રાજકુમારનું કર્ણાટક સરકારે સર્વોચ્ચ એવોર્ડથી સન્માન કર્યું


  • Published By :
  • Published Date : 2022-11-03 17:52:40

દક્ષિણ ભારતીય ફિલ્મોમાં ચમકતુ નામ દિંવગત અભિનેતા પુનીત રાજકુમારનું કર્ણાટક સરકારે સર્વોચ્ચ એવોર્ડથી સન્માન કર્યું છે. આ સાથે તેના જીવનના એક અધ્યાયને પાઠ્યપુસ્તકમાં સામેલ કરવા અંગે સરકાર વિમર્શ કરશે. પુનીત રાજકુમારે જીંદગીના 46 વર્ષમાં ખુબ નામના મેળવી હતી. તે તેના પિતાના સંસ્કારો અને સમાજ સેવા કરવામાં માનતા હતા.

Puneeth Rajkumar Dead: Die Hard Fan Of Kannada Actor Dies By Suicide, 2  More Dead Due To Cardiac Arrest

કર્ણાટક સરકારે મંગળવારે દિવંગત અભિનેતા પુનીત રાજકુમારને બેંગલુરુના વિધાન સૌધ ખાતે આયોજિત 67માં કન્નડ રાજ્યોત્સવના ભવ્ય સમારોહ દરમિયાન ‘કર્ણાટક રત્ન’ એવોર્ડથી સન્માનિત કર્યા હતા.


રાજ્યનું આ સર્વોચ્ચ નાગરિક સન્માન પુનીત રાજકુમારની પત્ની અશ્વિની પુનીત રાજકુમારએ લીધું હતું. પુનીત રાજકુમાર આ એવોર્ડ મેળવનાર નવમાં ક્રમે છે. ઉલ્લેખનીય છે કે, ‘કર્ણાટક રત્ન’ પુરસ્કાર છેલ્લે 2009માં સમાજ સેવા બદલ ડૉ. વીરેન્દ્ર હેગડેને આપવામાં આવ્યો હતો.

Puneeth was awarded a posthumous doctorate by the University of Mysore |  Bengaluru - Hindustan Times

આ એવોર્ડનું વિતરણ સાઉથ સુપરસ્ટાર રજનીકાંત અને જુનિયર એનટીઆર તેમજ ઇન્ફોસિસના ચેરમેન સુધા મુર્તિની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.પુનીત રાજકુમારના મોટા ભાઈ શિવ રાજકુમાર પણ આ કાર્યક્રમમાં હાજરી રહ્યા હતા. કાર્યક્રમને પગલે ભારે ભીડ હોવાથી આંબેડકર રોડને બંધ કરી દેવાયો હતો. જેને પગલે પોલીસે લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે એડવાઇઝરી જાહેર કરી વિનંતી કરી હતી.મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇએ નિવેદન આપ્યું હતું કે રાજ્ય સરકાર પાઠ્યપુસ્તકોમાં પુનીત રાજકુમારના જીવન પરના એક પાઠને સામેલ કરવા અંગે વિચાર કરશે. મુખ્યમંત્રી અભિનેતાના પ્રશંસકોના એક વર્ગ દ્વારા પાઠ્યક્રમમાં તેના જીવનના એક અધ્યાયને સામેલ કરવાની માંગને લઇ મીડિયાના સવાલોનો જવાબ આપી રહ્યા હતા.


સીએમ બોમાઈએ પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું હતું કે, પુનીત રાજકુમાર પ્રેરણાના સ્ત્રોત હતા. તેમના દ્વારા સ્થાપિત ઉદાહરણને અનુસરીને તેમના ઘણા પ્રશંસકોએ તેમના અંગોનું દાન કર્યું છે. જે સમાજ પ્રત્યે તેમની સેવા વિશે ઘણું જણાવે છે.ઉલ્લેખનીય છે કે, ફિટનેસના બેતાજ બાદશાહ તરીકે ઓળખાતા પુનીતને જીમમાં બે કલાકની કસરત કર્યા બાદ હાર્ટમાં દુ:ખાવો ઉપડ્યો હતો. પુનીતની તબિયત વધુ બગડતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જ્યાં તબીબોએ સતત તેમને બચાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ કમનસીબે તેમનું નિધન થયુ હતુ.


પુનીત દક્ષિણ ભારતીય ફિલ્મોનું જાણીતુ નામ હતુ. પુનીતના પિતા રાજકુમાર ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ હતુ. તેમને કન્નડ સિનેમાના આઈકન માનવામાં આવતા હતા. તેઓ પહેલા એવા કન્નડ ઈન્ડસ્ટ્રીના અભિનેતા હતા. જેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળ્યો હતો. પુનીતના પિતા રાજકુમાર તેમને અને તેમની બહેનને ફિલ્મના સેટ પર લઇ જતા હતા. પુનીતનો કન્નડ સિનેમામાં સૌથી વધુ ફી લેનારા અભિનેતામાં સમાવેશ થાય છે.અભિનેતાએ પોતાના પિતાની જેમ પોતાની આંખોનું દાન કર્યુ હતુ. પ્રસિદ્ધ અભિનેતા ડૉ. રાજકુમારે 1994માં પોતાના આખા પરિવારને આંખોનું દાન કરાવવાનો નિર્ણય લીધો હતો. ઉલ્લેખનીય છે કે, ડૉ. રાજકુમારનું પણ નિધન વર્ષ 2006માં હાર્ટ એટેકના કારણે થયુ હતુ.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .