Loksabha Election : Somabhai Patelએ રાજીનામુ આપ્યું, Congressએ કહ્યું અમે 2020માં સસ્પેન્ડ કર્યા હતા.. જાણો સંપૂર્ણ માહિતી


  • Published By :
  • Published Date : 2024-04-12 11:55:44

ચૂંટણી નજીક હોય ત્યારે દરેક નેતાને એવી ઈચ્છા અવશ્યપણે હોય તેને ટિકીટ મળે... અને જ્યારે ન મળે ત્યારે અનેક વિકલ્પો જે તે નેતા અપનાવતો હોય છે... જેમાં એક વિકલ્પ પક્ષ પલટાનો પણ છે... અને પક્ષ પલટા માટે જાણીતા એક નેતા વિશે આજે વાત કરીશું... અને એ નેતા છે સોમા ગાંડા પટેલ.... ગઈકાલે એમના નામ અને સહીવાળો એક પત્ર સામે આવ્યો જેમાં લખ્યું છે કે અંગતકારણોસર રાજીનામું આપું છુ...  પણ હવે એક વાત એ સામે આવી છે કે, એમને તો કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા છે...તો રાજીનામાનો સવાલ જ ક્યાંથી આવે..... 


સોમાભાઈ પટેલે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું 

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો પડ્યો છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય સોમાભાઈભાઈ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને રાજીનામું મોકલ્યું છે તે પત્રના ફોટો પણ આપણે જોયા. જેમાં તેમણે અંગત કારણો સર રાજીનામું આપ્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે. રાજીનામું આપી દેતા એવી શક્યતાઓ પ્રબળ બની છે કે તે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે... 


કોંગ્રેસે પણ લેટર કર્યો જાહેર જેમાં...  

આ બધા વચ્ચે કોંગ્રેસે એક લેટર જાહેર કર્યો છે.... જેમાં લખ્યું છે કે, રાજ્યસભાની ચૂંટણી વખતે રાજીનામુ આપી પક્ષની અક્ષમ્ય અવહેલના કરી છે તે બદલ આપને પક્ષમાંથી તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે છે... સવાલ એ આવે કે જો પક્ષે સોમા ગાંડા પટેલને સસ્પેન્ડ કર્યા છે તો એમના રાજીનામાનો સવાલ જ ક્યાંથી આવે?  જ્યારે જમાવટે પણ સોમાભાઈને પૂછ્યું કે 2020માં તમે રાજીનામું આપ્યું હતું તો તેમણે કહ્યું હતું કે તેમણે રાજીનામું નથી આપ્યું...  


શા માટે પક્ષમાંથી કરાયા સોમાભાઈ પટેલને સસ્પેન્ડ? 

સોમાભાઈએ વાતચીત દરમિયાન કહ્યું કે તેમણે આ પહેલીવાર રાજીનામુ આપ્યું... હવે સવાલ એ પણ છે કે તો પક્ષે 2020માં સસ્પેન્ડ કેમ કર્યા હતા..? ત્યારે રાજીનામુ આપ્યું અને ભાજપ પાસેથી સાત કરોડ રુપિયા લીધા હોવાની પણ વાતો સામે આવી.. અને આ બધાની વચ્ચે સોમાભાઈ કહી રહ્યાં છે મારા અંતર આત્માએ કહ્યું એટલે મે રાજીનામુ આપ્યું.. મૂળ મુદ્દો એ છે કે ચૂંટણી લડવી હતી.. 



અનેક વખત સોમાભાઈ જોવા મળતા હતા કોંગ્રેસના કાર્યાલય પર! 

ઈતિહાસમાં થોડું જોઈએ તો વર્ષ 2020માં રાજ્યસભાની ચૂંટણી પહેલા પણ સોમાભાઈ પટેલે કોંગ્રેસના લીંબડીના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ ગુજરાત કોંગ્રેસે તાત્કાલિક સોમાભાઈ પટેલને સસ્પેન્ડ કરી દીધા હતા. જોકે સોમાભાઈ પટેલ ફરી રાજનીતિમાં સક્રિય થયા હતા. તેઓ કોંગ્રેસ કાર્યાલય પર જોવા મળતા હતા. આ દરમિયાન તેમણે કહેલું કે, 'કોંગ્રેસે મારું સસ્પેન્શન પરત ખેંચ્યું છે. હું ભાજપમાં ક્યારેય જવાનો નથી.' ત્યારે હવે લોકસભા ચૂંટણી 2024 પહેલા ફરી કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. મહત્વનું છે કે, સુરેન્દ્રનગર બેઠક પર લોકસભા ચૂંટણી 2014 અને 2019માં ભાજપના ઉમેદવારની જીત થઈ છે.


આ વર્ષે ભાજપ છોડી કોંગ્રેસમાં જતા રહ્યા હતા સોમાભાઈ પટેલ 

સુરેન્દ્રનગર બેઠક પર સૌથી વધુ સોમાભાઈ પટેલ સાંસદ બન્યા હતા. સોમાભાઈ પટેલ વર્ષ 1989માં ભાજપમાંથી સુરેન્દ્રનગર બેઠક પર ઉમેદવારી કરી હતી અને આ બેઠક પર પહેલીવાર ભાજપનો વિજય થયો હતો. ત્યાર બાદ 1991ની લોકસભા બેઠક પર ભાજપે ફરી સોમાભાઈ પટેલને ટિકિટ આપી હતી. આ ચૂંટણીમાં પણ સોમાભાઈ પટેલ વિજેતા બન્યા હતા. આમ સતત બે વાર સોમાભાઈ પટેલ આ બેઠક પર વિજેતા થયા હતા. વર્ષ 2004ની લોકસભા ચૂંટણીમાં ફરી એક વાર ભાજપે સોમાભાઈ પટેલને ટિકિટ આપી હતી, જેમાં તેમણે જીત મેળવી હતી. જો કે, ત્યારબાદ સોમાભાઈ પટેલે પક્ષ પલટો કર્યો અને ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા.


ધારાસભ્ય પદ પરથી સોમાભાઈ પટેલે આપ્યું હતું રાજીનામું 

વર્ષ 2009માં કોંગ્રેસે સુરેન્દ્રનગર બેઠક પરથી તેમને ટિકિટ આપી જેમાં તેમનો વિજય થયો હતો. તેઓ સાંસદ હોવા છતાં કોંગ્રેસે 2012માં લીંબડી વિધાનસભામાં સોમાભાઈ ગાંડાને ઉતાર્યા હતા. 2012માં કિરિટસિંહ રાણાને હરાવીને સોમાભાઈ ગાંડા ધારાસભ્ય પણ બની ગયા હતા. સાંસદ પદ જાળવી રાખવા માટે ધારાસભ્ય પદેથી કોંગ્રેસે સોમાભાઈ ગાંડાને રાજીનામુ અપાવ્યું હતું. ત્યારબાદ લીંબડી વિધાનસભાની પેટાચૂંટણી આવી તો સોમાભાઈ ગાંડાએ તેમના દીકરાને ટિકિટ અપાવી પણ પેટાચૂંટણીમાં કિરિટસિંહ રાણા સામે સોમાભાઈ ગાંડાનો દીકરો હારી ગયો હતો.


2024માં ફરી એક વખત સોમાભાઈ પટેલ થઈ ગયા છે એક્ટિવ 

વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણી દરમિયાન સોમાભાઈ પટેલ લીંબડી બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જોકે બાદમાં વર્ષ 2019માં લીંબડી-સાયલા બેઠક પરથી સોમાભાઈ પટેલે રાજીનામુ આપ્યું હતું. સમાજના બળથી છાશવારે પક્ષપલટો કરતા સોમાભાઈ પટેલે વઢવાણમાં અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. જોકે બાદમાં તેમણે ફોર્મ પરત લીધું હતું અને તેઓ ભાજપમાં જોડાયા હતા.... હવે ફરી 2024ની ચૂંટણી છે અને સોમાભાઈ એક્ટિવ થયા છે...



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.