હવેઆ નેતાઓ કેસરીયો છોડી નવા રંગમાં રંગાય તેવી શક્યતા !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-12 14:35:20

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે કુલ 166 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી દીધી છે. ભાજપે જેમને કાપ્યા અને જે નવા ચહેરાઓને તક આપી તેમાં ઘણી બેઠક પર ખટરાગ શરૂ થયો છે. જોકે ભાજપમાં કડક અવાજે હાઈકમાન્ડ સામે પકડાર ફેંકી બતાવે તેવા નેતાઓની ઉણપ છે અને આવા નેતાઓને આંગળીના વેઢે ગણી શકાય છે. આવા જ કેટલાક નેતાઓની હાલ આપણે વાત કરવા જઈ રહ્યા છે જેમણે પાર્ટીના ટિકિટ વહેંચણીના નિર્ણયને પડકાર્યો છે અને હવે ચૂંટણીમાં કેસરીયો રંગ છોડીને અપક્ષ ઉમેદવારી સાથે નવા રંગે રંગાવાના છે. આ લીસ્ટમાં વાઘોડિયા, કરજણ અને પાદરા એવી ત્રણ વડોદરાની બેઠકોનો સમાવેશ થાય છે જ્યાં સૌથી વધુ નારાજગી જોવા મળી રહી છે.


હવે આ નામ બદલાય એવી શક્યતા નહીં !

ભાજપના જાહેર કરેલા ઉમેદવારોના લિસ્ટમાં આમ તો 80થી વધુ કપાયા છે પરંતુ વડોદરાની વાઘોડિયા બેઠકના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, કરજણ બેઠકના સતિષ પટેલ અને પાદરાના દિનુ પટેલ ઘણા આક્રોશમાં જોવા મળી રહ્યા છે. એન આ મામલાને લઈને તેઓ ભાજપની ઉચ્ચ નેતાગીરી સાથે વાત કરવાના છે પરંતુ ભાજપ થુકેલું ચાટે તે વાતમાં માલ નથી. મતલબ કે આ નેતાઓની રજૂઆતને ગ્રાહ્ય રાખી ભાજપ આપેલી ટિકિટ પાછી લઈ તેમને ઉમેદવાર તરીકે જાહેર કરશે તે વાતમાં કોઈને વિશ્વાસ નથી. 


અને હવે આ નેતાઓ અપક્ષમાંથી ચુંટણી લડવાની શક્યતા છે. પણ હવે અપક્ષમાથી પણ જીતશે કે નહીં એ હજી પ્રશ્ન છે પરંતુ એ પાકું છે કે હવેએ નેતાઓ કેસરીયો છોડી નવા રંગમાં રંગાય શકે છે 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે