ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે.

થોડાક સમય અગાઉ , પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ , સંગઠનમંત્રી રત્નાકરએ નવી દિલ્હીમાં વડાપ્રધાન આવાસે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં CM ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. જેમાં નવા પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલની ટીમને લઇને વિસ્તૃત ચર્ચા હાથ ધરાઈ હતી. તો હવે પ્રદેશપ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર સગંઠન તરફથી જે નામો સૂચવવામાં આવ્યા છે તેની પર સ્ક્રૂટિની કરી રહ્યા છે. જાતિગત અને વિસ્તારગત સમીકરણોને ધ્યાનમાં રાખીને આ કવાયત હાથ ધરાઈ છે.

ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ છે કે, સૌપ્રથમ જિલ્લા અને શહેરોમાં સંગઠનની ટીમ તૈયાર કરવામાં આવે. જિલ્લા અને શહેર પ્રમુખોની નિયુક્તિઓ કરી દેવામાં આવી છે પરંતુ માળખું જાહેર કરવાનું બાકી છે. થોડાક સમય પહેલા ,ભાજપ તરફથી નિરીક્ષકો મુકવામાં આવ્યા હતા. આ માટે , પ્રદેશપ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે દ્વારા , જિલ્લાવાર ભાજપના હોદ્દેદારોને બોલાવવામાં આવ્યા છે. હવે , ૫૦ ટકા કરતા વધારે જિલ્લા અને શહેરોમાં સંગઠનનું માળખું તૈયાર થઇ ચૂક્યું છે. બાકીના જિલ્લા અને શહેરોના માળખાને લઇને બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. જાન્યુઆરી મહિના પ્રથમ અઠવાડિયામાં જ સંગઠન જાહેર થઇ શકે છે.






.jpg)








