મહીસાગરમાં આદિવાસી યુવકને માર માર્યાના કેસમાં પોલીસે શું કહ્યું?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-02-04 21:03:18

 મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે. 

જેમાં ASP વિકાસ યાદવ દ્વારા કહેવામાં આવ્યું છે કે , "પોલીસ દ્વારા આ ઘટનામાં માત્ર મેમો આપવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારનો માર મારવામાં નથી આવ્યો. સોશ્યિલ મીડિયામાં જે પણ ખબરો ચાલી રહી છે કે , પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે તે સંપૂર્ણપણે ખોટી છે. અમારા સુધી હજુ કોઈ પણ અરજી નથી આવી. જો અરજી આવશે તો , તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. એમને જે માર મારવામાં આવ્યો તે કોના દ્વારા માર મરાયો છે તે નથી ખબર પરંતુ પોલીસ દ્વારા માત્ર મેમો જ આપવામાં આવ્યો છે. પોલીસ સ્ટેશમાંથી CCTV પણ જાહેર કરવામાં આવશે. સામાજિક આગેવાનો જે પણ ફરિયાદ કરી રહ્યા છે તેઓ સૌપ્રથમ FIR નોંધાવે તે પછી જ અમે તપાસ કરીશું." આમ મહીસાગર ASP વિકાસ યાદવે પોલીસ પર થયેલા તમામ આરોપો નકારી દીધા છે. 

ગાડીમાં માત્ર સીટબેલ્ટ ના પહેરવાના મુદ્દે , ડિટવાસના મહિલા PSI દ્વારા માર મારવાના આક્ષેપો થયા હતા . ભોગ બનનાર વ્યક્તિનું નામ છે , મોહન પગી. જેમને માર માર્યાના ફોટોસ હવે સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઈરલ થઈ રહ્યા છે. મહીસાગર પોલીસની કામગીરી સતત પ્રશ્નાર્થ ઉભા કરી રહી છે. કેમકે , તે અગાઉ પોલીસ દ્વારા રાવળ સમાજના વ્યક્તિ પર માર માર્યાના ગંભીર આક્ષેપો થયા હતા. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે