પ્રદર્શનકારીઓ પર પેલેટ ગન છોડવાને લઇને સુપ્રીમે સરકારને શું આદેશ આપ્યો?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-07-30 19:08:28

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.  આજે ઇન્ટેલિજન્સ બ્યુરોના પૂર્વ સ્પેશ્યલ ડાઈરેકટર યશોવર્ધન આઝાદ અને પેલેટગનથી ઘાયલ બે પ્રદર્શનકારીઓની પિટિશન પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ છે.

Legal Eagle Elite

આ સુનાવણી દરમ્યાન , સુપ્રીમકોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું છે કે, 

- " પેલેટ ગનના ઉપયોગને લઇને SOP એટલે કે, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર શું છે?"

- " એટલુંજ નહિ બળપ્રયોગ જે કરવામાં આવ્યો તેને લઇને આખી પ્રક્રિયા ઓન રેકોર્ડ મુકવામાં આવે. "


Can't lathi-charge just because of agitation: Supreme Court's big remark -  India Today

હવે આપણે જાણીએ કે, અરજીકર્તા યશોવર્ધન આઝાદ દ્વારા શું માંગણી કરવામાં આવી? 

- પેલેટ ગનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવે 

- આ ઉપરાંત , વિધાર્થી આંદોલનમાં જે પીડિતો છે તેમને વળતર આપવામાં આવે 


સુનાવણી દરમ્યાન અરજીકર્તા તરફથી વકીલ વૃંદા ગ્રોવર દ્વારા કહેવામાં આવ્યું છે કે, ઘાયલ વિધાર્થીઓના શરીરમાંથી મેટાલિક પેલેટ નીકાળવામાં આવ્યા છે. જયારે દિલ્હી પોલીસની SOPમાં રબર બુલેટ અને પ્લાસ્ટિક પેલેટ જેવા ઓછા ઘાતક વિકલ્પોનો ઉલ્લેખ છે, મેટાલિક પેલેટનો ઉપયોગ કરવાની અનુમતિ નથી. આ ઉપરાંત, બળપ્રયોગ માટે "ગ્રેડેડ રિસ્પોન્સ"નું પાલન નથી કરવામાં આવ્યું.  ન્યાયમૂર્તિ બાગચી દ્વારા કહેવામાં આવ્યું છે કે, "સામાન્ય માણસોની ભીડને વિખેરવા માટે પેલેટ ગનના ઉપયોગ પર રોક લગાવવાની માંગ અસ્પષ્ટ છે. બ્યુરો ઓફ પોલીસ રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ એડવાઈઝરીના નિયમો અંતર્ગત પોલીસ વિશેષ પરિસ્થિતિઓમાં પેલેટ ગનનો ઉપયોગ કરી શકે છે. તમે હવે પોલીસના આ નિયમોને પડકાર ના ફેંકી શકો. ગ્રેડેડ રિસ્પોન્સ અંતર્ગત એક પગલું પેલેટ ગનના ઉપયોગનું છે."  હવે સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકાર પાસેથી રેપિડ એક્શન ફોર્સની હાજરી અને ગોળા બારૂદના ઉપયોગ પર રેકોર્ડ માંગ્યા છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે