ગુજરાત હાઇકોર્ટે ચોટીલાના નાયબ મામલતદારની ઝાટકણી કાઢી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-02-03 20:59:32

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે. 

Chotila Taleti Mega Demolition Administration Removes Encroachments VIDEOS

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા ખુબ મોટાપાયે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટના જજ નિરલ આર મહેતા દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં , ચામુંડા માતાજીના ડુંગર મહંત પરિવાર તથા નવગ્રહ પૂજારી પરિવારના શ્રી મનસુખગિરી ગોસાઈના પક્ષ દ્વારા ચોટીલામાં દબાણ હટાવવાની કામગીરીનો આક્રમકઃ વિરોધ કરવામાં આવ્યો હતો. તેમણે વહીવટી તંત્ર પર કામગીરીમાં બેધારી નીતિ અપનાવવામાં આવી રહી છે. આ ઉપરાંત , શ્રદ્ધાના કેન્દ્રો અને સામાન્ય લોકોના બાંધકામો પર ઉતાવળે બુલડોઝર ફેરવી દેવામાં આવે છે. આ ઉપરાંત , તંત્ર , રાજકીય વગ ધરાવતા લોકોના ગેરકાયદેસર બાંધકામો સામે આંખ આડા કાંન કરી રહ્યું છે. તેવા આરોપો તંત્ર પર લગાડવામાં આવ્યા છે. તો હવે , ગુજરાત હાઇકોર્ટના જજ નિરલ આર મહેતા દ્વારા સુનાવણી દરમ્યાન હાજર ડેપ્યુટી મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. આ ઉપરાંત જજ નિરલ આર મેહતા દ્વારા ખુબ વેધક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે કે , " તમારી કેટલા વર્ષની નોકરી થઈ છે અને કેટલા વર્ષની બાકી છે? "  " શું તમારે , શાંતિથી નોકરી પુરી કરવી છે કે નહિ?" અદાલતે સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું છે કે , કાયદાકીય પ્રક્રિયાનું ઉલ્લંઘન કરીને અને પૂરતી નોટિસ આપ્યા વગર આ કાર્યવાહી કેમ કરવામાં આવી? આ સાથે જ જજ નિરલ આર મહેતાએ ડેપ્યુટી મામલતદારને નોટિસ પાઠવી પૂછ્યું છે કે , " તમારા વિરુદ્ધ ખાતાકીય તપાસ કેમ શરુ ન કરવી જોઈએ?" 

Chotila Highway Government Land Encroachment Removal Hotels Demolished

હવે આ સમગ્ર મામલે , આવતા અઠવાડીએ સુનાવણી હાથ ધરવામાં આવશે. ગુજરાત હાઇકોર્ટના આ કડક વલણ પછી , વહીવટી તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. કોર્ટે મામલતદાર પાસે ખુલાસો માંગ્યો છે? તો હવે જોવાનું એ રહે છે કે , આગામી અઠવાડીએ કોર્ટ દ્વારા શું આદેશ આપવામાં આવશે? 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે