ઇસ્લામાબાદમાં બૉમ્બ વિસ્ફોટથી દહેશતનો માહોલ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-02-06 20:36:50

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

Suicide bombing in Islamabad kills 12, says Pakistan's interior minister

પાકિસ્તાની રાજધાની ઇસ્લામાબાદની એક શિયા મસ્જિદમાં આત્મઘાતી હુમલો થયો છે. જેના લીધે , રાજધાની ઇસ્લામાબાદના પોલીસ પ્રમુખે સમગ્ર શહેરમાં ઇમર્જન્સી જાહેર કરી દીધી છે. આ હુમલો થયો તે પછી , પોલીસ અને બચાવ સેવાઓ ઘટનાસ્થળે સ્થળે પહોંચી ગઈ છે. હોસ્પિટલોને એલર્ટ પર રાખવામાં આવી છે. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. પાકિસ્તાની સુરક્ષા દળો ઘટના સ્થળે પહોંચીને , આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યા છે. જોકે અત્યારસુધીમાં આ હુમલા પાછળનું કારણ સામે નથી આવ્યું. આ ઉપરાંત , કોઈ પણ આતંકી સંગઠન દ્વારા આ હુમલાની જવાબદારી લેવામાં નથી આવી. HTN ન્યુઝ એજન્સીના રિપોર્ટ અનુસાર , એક અજાણી વ્યક્તિએ મસ્જિદના ગેટ પર પોતાને બૉમ્બથી ઉડાવી દીધી હતી.  માટે આ ફિદાયીન હુમલો છે. મસ્જીદમા ૧ વાગે લોકો નમાજ કરવા માટે ભેગા થવા લાગ્યા હતા. તે દરમ્યાન એક અજાણ્યો વ્યક્તિ અંદર જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જેવો જ તેને ગેર પર તેની તપાસ કરવા માટે રોક્યો હતો ને તેણે પોતાની જાતને બૉમ્બથી ઉડાવી દીધી હતી.  

Updates: Pakistan blames India for deadly Islamabad bomb blast | News | Al  Jazeera

વાત કરીએ , પાકિસ્તાનની રાજધાની ઇસ્લામબાદની તો , આજથી ત્રણ મહિના પહેલા , ૧૧ નવેમ્બર ૨૦૨૫ના રોજ , શહેરના G ૧૧ નામના વિસ્તારમાં આવેલી ડીસ્ટ્રીકટ અને સેશન્સ કોર્ટની બહાર ભયંકર બૉમ્બ બ્લાસ્ટ થયા હતા. જેમાં ૧૨ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ૩૦થી વધારે લોકો ઘાયલ થયા હતા. તે સમયે પાકિસ્તાને આ બૉમ્બ બ્લાસ્ટની જવાબદારી ભારત પર ઢોળવાની કોશિશ કરી હતી પરંતુ , ભારતે પાકિસ્તાનની આ તમામ દલીલો નકારી દીધી હતી. 




"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.