ગોંડલમાં શારીરિક કસોટી દરમ્યાન નીતિનસિંહ ચૌહાણે જીવ ગુમાવ્યો!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-02-02 23:27:43

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી. 

Gondal Police Recruitment Physical Test Death | MSC Student Dies


પોલીસનો ભાગ બનવા માંગતા યુવાનો માટે હાલમાં PSI અને LRD માટે , શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલના ગ્રાઉન્ડ પર એક યુવાને આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે.  આ આશાસ્પદ યુવાનનું નામ છે નીતિન સિંહ ચૌહાણ કે જેનું રનિંગ પૂર્ણ થયા બાદ હાર્ટ અટેકથી તેમનું નિધન થયું છે. નીતિનસિંહ ચૌહાણે આ દોડ માત્ર ૨૩ મિનિટમાં પૂર્ણ કરી હતી. તેમના લગ્નને થયે હજુ ૧ વર્ષ પૂરું થયું હતું. તેમણે BSC અને MSC પૂરું કર્યું હતું.  તો આ અગાઉ, ભરૂચ અને ગોધરામાં પણ આવી જ ઘટના સામે આવી હતી. ગુજરાત પોલીસ વિભાગે આવી ઘટનાઓને રોકવા માટે યુવાનોને તૈયારીની સલાહ આપવી જોઈએ, જેમ કે નિયમિત વ્યાયામ, આરોગ્યસ્વરૂપ આહાર અને તણાવ વ્યવસ્થાપન. આ ઉપરાંત, ભરતીમાં ભાગ લેતા ઉમેદવારોને પૂર્વ તબીબી તપાસ ફરજીયાત પણે લાગુ કરવું જોઈએ, જેથી આવા અકસ્માતો ટાળી શકાય. 

Gondal Police Recruitment Physical Test Death | MSC Student Dies


પોલીસની શારીરિક કસોટીમાં 1600 મીટરની દોડ, હાઈ જમ્પ અને લોંગ જમ્પ હૃદય રોગના જોખમો વધારી શકે છે. નિષ્ણાતોના મતે, ભરતી પહેલાં હાર્ટ ચેકઅપ, ઇસીજી અને ફિટનેસ સર્ટિફિકેટને ફરજિયાત કરવું જોઈએ. આ ઉપરાંત, ભરતી સ્થળે મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સની સુવિધા તો છે જ, પરંતુ તેનો વધુ અસરકારક ઉપયોગ કરવો જરૂરી છે. રાજ્યના 15 સ્થળો પર LRD- લોકરક્ષક અને PSI પોલીસ સબ ઈન્સ્પેક્ટર ની કુલ 13591 જગ્યાઓ માટે શારીરિક પરીક્ષાનો આરંભ થયો છે. આ પરીક્ષા આગામી 13 માર્ચ સુધી ચાલશે. ત્યારે 13591 જગ્યાઓ માટે કુલ 10 લાખ કરતાં વધુ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે