જીમમાં વર્કઆઉટ કરતી વખતે 'કસૌટી જિંદગી કી' ફેમ સિદ્ધાંત સૂર્યવંશીનું નિધન


  • Published By :
  • Published Date : 2022-11-11 17:44:21

ટેલિવિઝન જગતમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. લોકપ્રિય અભિનેતા સિદ્ધાંત વીર સૂર્યવંશીએ આ દુનિયાને અલવિદા કહી દીધું. મળતી માહિતી મુજબ વર્કઆઉટ દરમિયાન સિદ્ધાંતનું મોત થયું હતું. અભિનેતા માત્ર 46 વર્ષનો હતો અને ઇન્ડસ્ટ્રીમાં સારું કામ કરી રહ્યો હતો. સિદ્ધાંત વીર સૂર્યવંશીનું આકસ્મિક અવસાન ટીવી જગત માટે આઘાતજનક સમાચાર છે. તેઓ લાંબા સમયથી આ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હતા અને ઘણા કલાકારો સાથે તેમના સારા સંબંધો હતા.

આ સીરિયલોમાં જોવા મળ્યો હતો સિદ્ધાંત

સિદ્ધાંતે થોડા સમય પહેલા જ પોતાનું નામ આનંદ સૂર્યવંશી (Anand Surryavanshi)માંથી બદલીને સિદ્ધાંત વીર સૂર્યવંશી કર્યું હતું. સિદ્ધાંતે સીરિયલ 'કુસુમ' દ્વારા ટીવી પર ડેબ્યૂ કર્યું હતું. જે બાદ તે 'કૃષ્ણા અર્જુન', 'કસૌટી જિંદગી કી', 'ઝમીન સે આસમાન તક', 'વિરુદ્ધ', 'ભાગ્યવિધાતા', 'ક્યા દિલ મેં હૈ' વગેરે જેવી સીરિયલોમાં જોવા મળ્યો હતો. તેણે સીરિયલ 'ગૃહસ્થી'માં ઋષિનો લીડ રોલ કર્યો હતો.

TV actor Siddhant Suryavanshi (Kasauti Zindagi Ki Fame) Dies Of A Heart  Attack in Gym, - The National Bulletin

મળતી માહિતી મુજબ, જ્યારે સિદ્ધાંત સવારે વર્કઆઉટ કરી રહ્યો હતો ત્યારે અચાનક તેને હાર્ટ એટેક આવ્યો, ત્યારબાદ અભિનેતાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. અહીં ડોક્ટરોની ટીમે લગભગ 45 મિનિટ સુધી સિદ્ધાંતની સારવાર કરી અને તેને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ ડોકટરો તેને બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા. ત્યાર બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .