ગાંધીનગર પાસે તળાવમાં કાર ડૂબી, ચારના મૃતદેહ મળ્યા


  • Published By :
  • Published Date : 2023-09-20 12:26:08

ચિલોડા હિંમતનગર હાઇવે પર દશેલા ગામ પાસે એક કાર તળાવમાં ડૂબી હતી જેમાં 4 વ્યકતિઓના મૃતદેહ મળ્યા છે.. અમદાવાદના પાંચ મિત્રો અમદાવાદથી રાજસ્થાન તરફ ફરવા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં આવતા ગાંધીનગર જિલ્લાના દશેલા ગામની સીમમાં વરસાદી પાણી ભરેલ હતું અને તળાવ ઓવરફ્લો હતો જેની જાણ ન રહેતા આ કાર તળાવમાં તણાઈ ગઈ હતી જેમાંથી કારમાં સવાર 5 લોકોમાંથી 4 વ્યક્તિઓના ડૂબી જવાથી મોત થયા હતા   ગઈકાલે તણાયેલી કારમાં સવાર ચાર મૃતદેહ મળી આવ્યા છે. અંદાજે ગઈકાલે રાતે 9 વાગ્યે તણાયેલી કારમાં 5 વ્યક્તિઓ હાજર હતા. તળાવ સુધી કાર તણાતા પાંચેય કાર સવારો ડૂબ્યા હતા. ત્યારે આજે ફાયર વિભાગની ટીમે 4ના મૃતદેહ બહાર કાઢ્યા હતા. ત્યારે કારસવાર અન્ય એક વ્યક્તિની હજુ પણ શોધખોળ ચાલુ છે.


કેવી રીતે પરિવારને જાણ થઇ ?


બે દિવસથી પાંચેય વ્યક્તિનો કોઈ સંપર્ક ન થતા પરિવારે પોલીસને જાણ કરી હતી જેમાં પોલીસે લોકેશન કાઢતા લોકેશન ગાંધીનગર જિલ્લાના દશેલા ગામનું મળ્યું હતું ત્યાં તપાસ કરતા પોલીસને તળાવમાંથી કાર મળી આવી હતી અને ફાયર વિભાગની ટીમે 4 મૃતદેહો બહાર કાઢ્યા હતા. એક વ્યક્તિ હાલ પણ શોધખોળ ચાલી રહી છે પ્રાથમિક માહિતી મુજબ ત્યાં તળાવ ઓવરફ્લો થયો હતો કાર ચલાવનારને એવું લાગ્યું હશે કે વરસાદી પાણી ભરેલું હશે પણ કાર જેમ જેમ નજીક ગઈ તેમ ડૂબવા લાગી હતી  




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.