21 વર્ષનો યુવાન ગરબા રમતા રમત પડ્યોને થયું મોત !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 16:13:13

ગુજરાતના આનંદનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક યુવકનું  ગરબા રમતા રમતા મોત થઈ જાય છે. આ યુવક  21 વર્ષનો જ હોય છે અને અચાનક ગરબા રમતા રમતાતે પડી જાય છે અને સોસાઇટીવાળા તેને હોસ્પિટલ લઈ જાય છે ત્યારે રસ્તામાંજ તેનું મોત થાય છે.

 
કયા કારણોથી થયું મૃત્યુ ?

હોસ્પિટલમાં પોહચતા ડૉક્ટરે કહ્યું હાર્ટ અટેકને કારણે તેનું મૃત્યુ થયું છે. મૃતક યુવાનનું નામ વીરેન્દ્ર હતું.સોશિયલ મીડિયા પર આ વિડિયો ખુબજ વાઇરલ થયો છે વીરેન્દ્ર જ્યારે ગરબા રમવા આવ્યો ત્યારે તેનામાં કોઈ લક્ષણો દેખાતાન હતા પછી અચાનક ગરબા રમતા રમતાતે પડી ગયો. દેશમાં આવી કેટલીય ઘટનાઓ સામે આવી છે જેમાં અચાનક હાર્ટ અટેક આવ્યાથી લોકોનું તરત મૃત્યુ થયું હોય. ફતેહપુર જિલ્લાના સલેમપુર ગામમાં નવરાત્રિ દરમિયાન દેવી જાગરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે કાર્યક્રમમાં સામેલ 65 વર્ષીય રામ સ્વરૂપ હનુમાનજીનું પાત્ર ભજવી રહ્યા હતા. આ ઘટનાના વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે સ્ટેજ પર લાઈવ પરફોર્મન્સ દરમિયાન રામ સ્વરૂપ અચાનક પડી જાય છે. પછી તેઓ મૃત્યુ પામે છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે