હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના 26 નેતા ભાજપમાં જોડાયા


  • Published By :
  • Published Date : 2022-11-09 16:43:42

હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના ચાર દિવસ પહેલા જ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. હિમાચલ પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મહાસચિવ ધર્મપાલ ઠાકુર ખંડ સહિત 26 નેતા ભાજપમાં જોડાઈ ગયા છે. 


હિમાચલ કોંગ્રેસમાં ભંગાણ

કોંગ્રેસના તમામ 26 નેતા હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર અને ભાજપના રાજ્ય ચૂંટણી પ્રભારી સુધુન સિંહની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. શિમલાથી ભાજપના ઉમેદવાર સંજય સૂદ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. પર્વતીય રાજ્ય હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની 68 બેઠકો છે. હિમાચલમાં ફક્ત એક તબક્કામાં મતદાન થશે. 12 નવેમ્બરે મતદાન થશે અને 8 ડિસેમ્બરે મતગણતરી થશે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે