30માંથી 29 રાજ્યોના વર્તમાન મુખ્યમંત્રીઓ છે કરોડપતિ! ADRએ રિપોર્ટ કર્યો જાહેર, જાણો કયા એક મુખ્યમંત્રી છે જેની પાસે છે સૌથી ઓછી સંપત્તિ


  • Published By :
  • Published Date : 2023-04-13 10:19:31

એડીઆર દ્વારા રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં દેશના કયા રાજયના મુખ્યમંત્રી પાસે કેટલી સંપત્તિ છે તે દર્શાવવામાં આવ્યું છે. દેશના 30 રાજ્યોના મુખ્યમંત્રીઓ પૈકી 29 રાજ્યના મુખ્યમંત્રીઓ કરોડપતિ છે તેવો ખુલાસો આ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. સૌથી સમૃદ્ધ મુખ્યમંત્રીની વાત કરીએ તો તે છે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી. અને જો સૌથી ઓછી સંપત્તિ ધરાવતા મુખ્યમંત્રીની વાત કરીએ તો તેમાં પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીનું નામ આવે છે. મમતા બેનર્જી પાસે બધા મુખ્યમંત્રીઓની તુલનામાં સૌથી ઓછી સંપત્તિ છે તેવી વાત રિપોર્ટમાં કરવામાં આવી છે. 


30માંથી 29 મુખ્યમંત્રીઓ છે કરોડપતિ!

ચૂંટણી દરમિયાન ઉમેદવારો દ્વારા સોગંદનામું ભરવામાં આવે છે. જેમાં કોની પાસે કેટલી સંપત્તિ છે કેટલા ગુન્હાઓ તેમની વિરુદ્ધ ચાલી રહ્યા છે સહિતની અનેક વિગતો આપવાની હોય છે. ત્યારે આ વિગતોનું એનાલિસીસ એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ એટલે કે એડીઆર દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં મળતી માહિતી અનુસાર દેશના 30 મુખ્યમંત્રીમાંથી 29 મુખ્યમંત્રી કરોડપતિ હોવાનું સામે આવ્યું છે. 


મમતા બેનર્જી પાસે છે સૌથી ઓછી સંપત્તિ!

એડીઆરના રિપોર્ટ અનુસાર આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પાસે સૌથી વધારે સંપત્તિ હોવાનું દર્શાવવામાં આવ્યું છે.જગનમોહન રેડ્ડી પાસે 510 કરોડ રૂપિયા છે. અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પાસે 163 કરોડ અને જ્યારે ઓડિશાના મુખ્યમંત્રી પાસે 63 કરોડની સંપત્તિ છે.  તે સિવાય પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પાસે સૌથી ઓછી સંપત્તિ હોવાની વાત રિપોર્ટમાં કરાઈ છે. રિપોર્ટ અનુસાર મમતા બેનર્જી પાસે 15 લાખ રૂપિયા છે.  

TMC loses national status: What the setback means for Mamata Banerjee's  party - India Today

અનેક મુખ્યમંત્રીઓ વિરૂદ્ધ દાખલ છે ગંભીર કેસ!

એડીઆર અને ઈલેક્શન વોચ અનુસાર આ રિપોર્ટમાં 28 રાજ્યોના મુખ્યમંત્રી તથા 2 કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીનો સમાવેશ થાય છે. સંપત્તિ સિવાય ગંભીર રીતે ગુન્હાઓ મામલે પણ માહિતી આપવામાં આવી હતી. 13 મુખ્યમંત્રીઓએ સોગંદનામામાં ગંભીર ગુનાહિત કેસ હોવાની માહિતી આપી હતી. આ ગંભીર ગુન્હાઓ કેસમાં હત્યાનો પ્રયાસ, અપહરણ વગેરેનો સમાવેશ થાય છે.     



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે