સુરતમાં છેલ્લા 12 કલાકમાં 3 બાળકો બન્યા રખડતા શ્વાનનો શિકાર, રજૂઆત છતાંય નહીં કરાઈ કોઈ કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-02-04 17:09:35

રાજ્યમાં રખડતા પશુ તેમજ રખડતા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. પશુ તેમજ શ્વાનને કારણે અનેક લોકોના મોત થતા હોય છે. ત્યારે સુરતથી છેલ્લા 12 કલાકમાં એવા ત્રણ કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં રખડતા શ્વાનનો ભોગ માસુમ બાળકો બન્યા છે. શ્વાન દ્વારા 3 જેટલા બાળકો પર હુમલો કરવામાં આવ્યો છે જેના સીસીટીવી સામે આવ્યા છે. શ્વાનના આતંકને લઈ અનેક ફરિયાદ કરવામાં આવી છે પરંતુ કોઈ પ્રકારના પગલા લેવામાં આવ્યા નથી.


12 કલાકમાં 3 બાળકો પર શ્વાને કર્યો હુમલો   

અનેક વખત શ્વાનના હુમલાને કારણે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે. રખડતા પશુ તેમજ શ્વાનની સમસ્યા પ્રતિદિન વધી રહી છે. માસુમ બાળકો તેમનો શિકાર થતા હોય છે. ત્યારે સુરતમાં છેલ્લા 12 કલાકમાં 3 કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં રખડતા શ્વાને 3 જેટલા બાળકો પર હુમલો કર્યો હતો. આ હુમલાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. આ મામલે અનેક વખત ફરિયાદ કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી. 

 

ફરિયાદ છતાંય કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી

આ ઘટના બની તેના થોડા સમય પહેલા આવી ઘટના બની હતી. જેમાં સુરતના વરાછા વિસ્તારમાં આવેલી હંસ સોસાયટીમાં એક સાત વર્ષની બાળકી ઘરના આંગણામાં રમતી હતી ત્યારે સોસાયટીમાં રખડતા શ્વાને તેની પર હુમલો કરી દીધો હતો. બાળકીને છોડાવા ગયેલા દાદી પર પણ શ્વાને હુમલો કર્યો હતો. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા. બાળકીના મોઢાના ભાગ સહિત અનેક ભાગમાં શ્વાને બચકાં ભર્યા હતા. આ ઘટનાને પગલે સોસાયટીના લોકોએ મહાનગરપાલિકામાં ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.       




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે