મહીસાગરમાં અકસ્માત સર્જાતા 3 લોકોના મોત થયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 17:55:35

મહીસાગર જિલ્લામાં આજે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. આજે બપોરના સમયે બાલાસિનોર બસ સ્ટેશન પાસે ટ્રક અને બાઈકનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોનું મોત થયું છે. અકસ્માત સર્જાતા રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. પરિવારમાં પતિ, પત્ની અને બાળકનું મોત થયું હતું. 


ભારતમાં અકસ્માતની ઘટનાઓની જાણે કે લાઈન લાગી છે. ગઈકાલે જ ધંધુકા-બગોદરા રોડ પર અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા. સુરત શહેરમાં ઓગસ્ટ માસમાં 352 જેટલા અકસ્માતો સર્જાયા હતા. ગત 15 સપ્ટેમ્બરના રોજ જમ્મુ કાશ્મીરમાં અકસ્માત સર્જાતા પણ 7 જેટલા લોકોના મોત થયા હતા. આમ જ બેદરકારી રીતે વાહન ચલાવવાના કારણે અને સારા રસ્તા ન હોવાના કારણે અને સ્થાનિક વિસ્તારોમાં ખોટા વળાંકોના કારણે અકસ્માત સર્જાયો હતો. 



ગુજરાતની 26 લોકસભા બેઠક માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસ દ્વારા અનેક ઉમેદવારોનો નામની નથી જાહેરાત કરવામાં આવી. 7 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં નથી આવી તે બેઠકો છે નવસારી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમદાવાદ પૂર્વ, જૂનાગઢ, વડોદરા અને મહેસાણાનો સમાવેશ થાય છે.

ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. અનેક દિગ્ગજ નેતાઓને ટિકીટ આપી છે. નિર્મલા સીતારમણે ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે અને એક કાર્યક્રમમાં તેમણે આ અંગે સ્પષ્ટતા કરી છે. એક ઈન્ટરવ્યુ દરમિાયાન તેમણે કહ્યું કે તેમની પાસે ચૂંટણી લડવાના પૈસા નથી...

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. રાજકીય પક્ષો દ્વારા એક બીજા પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે પરંતુ નેતાઓમાં અલગ જ પ્રકારનું યુદ્ધ ચાલી રહ્યું છે. એક બાદ એક નેતાઓ કવિતાઓ લખી રહ્યા છે. સોશિયલ મીડિયા પર અનેક નેતાઓએ કવિતાઓ શેર કરી છે..

ક્ષત્રિય સમાજનો રોષ રૂપાલાની સતત માફી પછી પણ શાંત નથી પડ્યો એવા સમયે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન વચ્ચે પડીને નિરાકરણ લાવવા માટે નવી રણનીતિ સાથે મેદાને છે અને આ રણનીતિમાં મુખ્ય ભૂમિકા ભજવશે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા...