મોરબી દુર્ઘટનામાં ઓરેવાના 2 મેનેજર સહિત 4 જેલમાં !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-06 16:22:12


મોરબીમાં જુલતા પુલની દુર્ઘટનાએ 135 લોકોનો ભોગ લીધો હતો. ત્યારે પોલીસએ કોઈ પણ કંપનીનું નામે લખ્યા વગર મેનેજમેન્ટ કરતી કપની વિરૃદ્ધ ફરિયાડ નોંધી હતી અને  આ ફરિયાદ બાદ ઓરેવા કંપનીના બે મેનેજર દીપક પારેખ અને દિનેશ જોશીને જ્યારે દેવ પ્રકાશ સોલ્યુશનના દેવાંગ પરમાર, પ્રકાશ પરમાર, મનસુખ ટોપિયા, માદેવ સોલંકી,અલ્પેશ ગોહિલ, દિલીપ ગોહિલ અને મુકેશ ચૌહાણને ઝડપી લીધા હતા. જ્યારે અન્ય આરોપી મનસુખ ટોપિયા, માદેવ સોલંકી, અલ્પેશ ગોહિલ, દિલીપ ગોહિલ અને મુકેશ ચૌહાણને જેલમાં મોકલાયા છે. પોલીસ રિમાન્ડમાં રહેલા બંને કંપનીના મેનેજરના રિમાન્ડ પૂર્ણ થતા શનિવારે ફરી વાર કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યાં પોલીસે 5 દિવસના રિમાન્ડ માગ્યા હતો .. 


બચાવ પક્ષે શું કરી દલીલ ?

બચાવ પક્ષના વકીલે દલીલ કરી કે, પોલીસે રિમાન્ડ માટે રજૂ કરેલા મુદ્દા રિપીટ થયા છે. પોલીસે જે દસ્તાવેજ માગવાની અને તપાસની વાત કરી છે તે સ૨કા૨ી કચેરીમાંથી મેળવવાના છે. તેમાં તેમના અસીલની હાજરી જરૂરી નથી. રિમાન્ડની માગણી બિનજરૂરી છે. બચાવ પક્ષના વકીલે અગાઉના હાઈકોર્ટના આદેશનો પણ રેફરન્સ આપી વધારાના રિમાન્ડની માગણી રદ કરાય તેવી માગણી કરી હતી. બંને પક્ષની દલીલોના અંતે મેજિસ્ટ્રેટે વધારાના રિમાન્ડની માગ નામંજૂર કરી હતી.



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.