મેટ્રોને શરૂ થતાજ 50,000નું નુકશાન પોહચાડ્યું !!!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 15:19:39

મેટ્રો પ્રોજેકટના ફઈઝ 1માં વસ્ત્રાપુર- થલતેજ ગામ મેટ્રો આજથી જાહેર જનતામાટે સંપૂર્ણ રીતે શરૂ થઈ ગઈ છે, ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા એપરલ પાર્કમાં આવેલા એપરલ પાર્કમાં મેટ્રો ટ્રેન પર અજાણ્યા યુવકોએ લખાણ લખ્યા છે. જેના કારણે મેટ્રોને 50,000નું આર્થિક નુકશાન થયું છે. અને આની ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચમાં કરવામાં આવી હતી.

 

શું છે ઘટના ?

મેટ્રો મેટ્રો રેલ પ્રોજેક્ટના ડેપ્યુટી સિક્યુરિટી મેનેજર જગતસિંહ મકવાણાએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે . જેમાં 3 અજાણ્યા લોકો ઘૂસી ને ગેરકાયદેસર રીતે  મેટ્રોના બે કોચની બહારના ભાગે TATA જેવુ જુદા જુદા કલરોનું લખાણ લખ્યું છે.

 

સીસીટીવીમાં દેખાય 3 લોકો

લખાણ લખતા 3 લોકો સીસીટીવીમાં કેદ થયા છે. પબ્લિક પ્રોપર્ટી પર ગ્રાફીટી બનાવીને મેટ્રોને 50000 રૂપિયાનું નુકસાન કર્યું છે.  ક્રાઇમ બ્રાન્ચે મામલે ફરિયાદ લખી  ગુનો દાખલ કર્યો છે



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે