Loksabha Election પહેલા 50 IAS અધિકારીઓની કરાઈ બદલી, જાણો કોને ક્યાંની સોંપવામાં આવી જવાબદારી?


  • Published By :
  • Published Date : 2024-01-31 09:48:22

મંગળવાર મોડી રાત્રે આઈપીએસ અધિકારીઓની બદલી એક સાથે કરવામાં આવી છે. 50 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. અધિકારીઓની બદલી જે કરવામાં આવી છે તે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગાંધીનગર, સુરત, દાહોદ, ખેડા, નવસારી સહિત 11 જિલ્લાના કલેક્ટરોની બદલી કરવામાં આવી છે. વડોદરા કલેક્ટર એ.બી.ગોરની મુખ્યમંત્રી કાર્યાલયમાં નિયુક્તિ કરવામાં આવી છે. 

IAS Transfer: લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં 50 IAS અધિકારીઓની બદલી, જુઓ સંપૂર્ણ યાદી

IAS Transfer: લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં 50 IAS અધિકારીઓની બદલી, જુઓ સંપૂર્ણ યાદી

IAS Transfer: લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં 50 IAS અધિકારીઓની બદલી, જુઓ સંપૂર્ણ યાદી

IAS Transfer: લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં 50 IAS અધિકારીઓની બદલી, જુઓ સંપૂર્ણ યાદી

IAS Transfer: લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં 50 IAS અધિકારીઓની બદલી, જુઓ સંપૂર્ણ યાદી

IAS Transfer: લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં 50 IAS અધિકારીઓની બદલી, જુઓ સંપૂર્ણ યાદી

50 આઈએએસ અધિકારીની કરવામાં આવી બદલી!

આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલા સામાન્ય રીતે અધિકારીઓની બદલી કરવામાં આવે છે. આ વર્ષે પણ ચૂંટણી પહેલા ગુજરાતના 50 આઈએએસ અધિકારીની બદલી કરવામાં આવી છે.    સંક્ષિપ્તમાં વાત કરીએ તો અમદાવાદના ડીડીઓ એમ.જે. દવેને ગાંધીનગરના કલેક્ટર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જીટી પંડ્યા જે પહેલા મોરબીના કલેક્ટર હતા તેમની બદલી દ્વારકાના કલેક્ટર તરીકે કરવામાં આવી છે. ખેડા કલેક્ટર તરીકેની જવાબદારી અમિત પ્રકાશ યાદવને સોંપવામાં આવી છે. સુરતના કલેક્ટર તરીકે સૌરભ પારધીને જ્યારે વડોદરાના કલેક્ટર તરીકે બી.એ.શાહને જવાબદારી સોંપવામાં આવી છે. મહત્વનું છે કે આની પહેલા રાજ્યના 38 ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓ તેમજ 29 મામલતદારોની બદલી કરવામાં આવી છે.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે