823 વનરક્ષક બીટગાર્ડની સીધી ભરતી થશેઃ ગુજરાત વનમંત્રી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 16:29:20

વનરક્ષક બીટગાર્ડની ભરતી કરાશે

ગુજરાતના વનમંત્રી કિરીટસિંહ રાણા અને રાજ્ય વનમંત્રી જગદીશ વિશ્વકર્માએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે કે રાજ્યમાં વન રક્ષક બીટગાર્ડની 823 જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે અને ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. 1 નવેમ્બરથી ઓનલાઈન ફોર્મ ભરવાની શરુઆત થશે


ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ગુજરાત સરકારે વિદ્યાર્થીઓના મત મેળવવા તેમને ખુશીના સમાચાર આપ્યા છે. ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પોત પોતાની રીતે બળ લગાવી રહી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાની રીતે લોકોને લુભાવવાના પ્રયાસો કરી રહી છે ત્યારે ભાજપ પાસે સાશન હોવાનો મોટો પ્લસ પોઈન્ટ છે. ભાજપ પાસે સરકાર હોવાથી આચાર સંહિતા પહેલા કોઈ પણ જાહેરાત કરી શકે છે ત્યારે તેમણે વનરક્ષકોની ભરતી બાબતે જાહેરાત કરી છે. 




 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે