Sabarmati પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 30 વર્ષીય દલિત યુવતીને ઢોર માર મારવાની ઘટના સામે આવી! જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-12 12:09:10

અમદાવાદ સાબરમતી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 30 વર્ષીય દલિત યુવતીને ઢોર માર મારવાની ઘટના સામે આવી છે. યુવતીના ગુપ્તાંગના ભાગે ઈજા પહોંચાડી છે. ઘટનાને પાંચ દિવસ થવા છતાં પોલીસે એફઆઈઆર નોંધી નથી પરિવારે તેવા આક્ષેપ કર્યા હતા. 

યુવતીને સારવાર માટે કરવામાં આવી હોસ્પિટલમાં દાખલ!

સાબરમતી પોલીસ સ્ટેશન નજીકની પંચશીલ હોસ્પિટલમાં યુવતી 6 ફેબ્રુઆરીથી દાખલ છે. પંચશીલ હોસ્પિટલના ડૉક્ટર કૌશિક શાહે કહ્યું કે, પીડિતાને બેભાન અવસ્થામાં હોસ્પિટલ લવાઈ હતી. તેને એક દિવસ આઈસીયુમાં સારવાર આપવી પડી હતી. ત્યાર બાદ છેલ્લા ચાર દિવસથી તેને જનરલ વોર્ડમાં રાખવામાં આવી છે. યુવતીને શરીરના ભાગે બેઠો માર વાગેલો છે. તેને કોઈ બ્લીડિંગ થયું નથી, પણ લાતો અને મુક્કા વડે માર માર્યો હોવાનો પ્રાથમિક દૃષ્ટિએ ખ્યાલ આવે છે.


શું કર્યો યુવતીએ આક્ષેપ? 

યુવતીને શનિવારે સાંજે હોસ્પિટલમાંથી રજા આપવા ડૉક્ટરે જણાવ્યું છે. યુવતી સાથે વાત કરતા તેણે કહ્યું કે, તે સફાઈકામ કરે છે. અચેર ગામ સ્મશાન નજીક તેને બીજી તારીખે સફાઈ કામ કરવાની નોકરી મળી હતી. આ દરમિયાન ત્યાંના સ્થાનિક રહીશ પ્રહલાદ ઠાકોર પહેલા દિવસથી હેરાન કરતો હોવાનો યુવતીએ આક્ષેપ કર્યો છે. છઠ્ઠી તારીખે યુવતી અચેર સ્મશાનના રસ્તે પાનના ગલ્લા પાસે નાસ્તો લઈને ઊભી હતી ત્યારે તેને પાછળથી માથામાં માર મારી ધક્કો મરાયો હતો તેમ જ કમર, માથા, છાતી અને ગુપ્તાંગના ભાગે લાતો મારી ઈજા પહોંચાડાઈ હતી. જામનગર ખાતે પ્રી-વેડિંગ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અંબાણી પરિવારે ગ્રામ્ય વિસ્તારમાં લોકડાયરા અને ભોજન સમારોહનું આયોજન કર્યું હતું. અનંત અંબાણી, રાધિકા મર્ચન્ટ, મુકેશ અંબાણી સહિતના પરિવારના સભ્યોએ ગ્રામજનોને ભોજન પીરસ્યું હતું. ગ્રામજનોના આશીર્વાદ પણ લીધા હતા.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે બુધવારે 2023-24 સીઝન માટે ટીમ ઈન્ડિયા માટે વાર્ષિક ખેલાડી કરારની જાહેરાત કરી હતી.

ગુજરાતની 26 બેઠકોમાંથી એક બેઠક પર ઉમેદવાર ફાઈનલ છે તેવું માનવામાં આવી રહ્યું છે બાકીની 25 બેઠકો માટે મનોમંથન પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ બધા વચ્ચે એવી વાત સામે આવી છે કે વર્તમાન ધારાસભ્યોને ટિકીટ નહીં આપવામાં આવે. જે ધારાસભ્યો છે તેમના નામ પર બીજેપીના હાઈકમાન્ડે કાતર ફેરવી.

છેલ્લા ઘણા સમયથી પોલીસ વિભાગમાંથી એવા સમાચારો સામે આવી રહ્યા છે જે વિભાગને શર્મસાર કરે એવા હોય છે. મેહુલ બોઘરાને લઈ પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તે છબી ખરાબ કરવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ તે વીડિયો ત્યારે જ બનાવે છે ને જ્યારે પોલીસ તોડ કરે છે, કાયદાનો ભંગ કરે છે.