હાર્ટ એટેકના કેસ વધતા રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 1.75 લાખ શિક્ષકોને અપાશે CPRની ટ્રેનિંગ


  • Published By :
  • Published Date : 2023-11-11 18:23:47

ગુજરાતમાં હાર્ટ એટેકથી લોકો મોતને ભેટી રહ્યા છે, રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ એટેકની ઘટના બાદ રાજ્ય સરકારે શિક્ષકોને તાલીમ આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.  રાજ્યના 1.75 લાખ શિક્ષકોને કાર્ડિયાક પલ્મોનરી રિસસિટેશન એટલે કે CPRની ટ્રેનિંગ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે શિક્ષણ મંત્રીએ તમામ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આગામી દિવસોમાં સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવશે. આગામી તા. 3 ડિસેમ્બરથી 17 ડિસેમ્બર દરમિયાન આ મેગા તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.


3 ડિસેમ્બરથી 17 ડિસેમ્બર દરમિયાન મેગા તાલીમ કેમ્પ


રાજ્યમાં વધી રહેલા હૃદય રોગના હુમલાના પગલે શાળાઓમાં હાર્ટ એટેકની ઘટના બાદ શિક્ષકોને તાલીમ આપવાનો શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે. રાજ્યના 1.75 લાખ શિક્ષકોને કાર્ડિયાક પલ્મોનરી રિસસિટેશન એટલે કે CPRની ટ્રેનિંગ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે શિક્ષણ મંત્રીએ તમામ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.આગામી દિવસોમાં સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવશે. તા. 3 ડિસેમ્બરથી 17 ડિસેમ્બર દરમિયાન આ મેગા તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવશે. 


37 કોલેજોની પસંદગી કરાઈ


રાજ્યની 37 જેટલી કોલેજોની આ મેગા તાલીમ કેમ્પ માટે પસંદગી કરવામાં આવી છે. ઇન્ડિયન સોસાયટી એનેસ્થોલિયોજિસ્ટ દ્વારા રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં સીપીઆર ટ્રેનિંગ યોજવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં રાજ્યની પ્રાથમિક શાળામાં 1.69 લાખ શિક્ષકોને 7000 કરતાં વધુ આચાર્યોની તાલીમનું આયોજન કરી દેવાયું છે. ત્યારબાદ માધ્યમિક શિક્ષકોને તાલીમ આપવામાં આવશે. CPRની આ તાલીમ શિક્ષકો હાર્ટ એટેકના કિસ્સામાં દર્દીઓને મદદરૂપ થઈ શકશે. હાર્ટ એટેકના કિસ્સામાં દર્દીઓને સ્થળ પર જ તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તાલીમ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે