છેલ્લો શો ફિલ્મ રિલીઝ પહેલાં જ એક બાળ કલાકારનું નિધન ..........


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 12:02:41

ફિલ્મ "છેલ્લા શો" ના બાળ કલાકારનું નિધન 


ભારત તરફથી ઓસ્કાર માટે જેની એન્ટ્રી બનેલી ‘છેલ્લો શો’ ફિલ્મનાં છ બાળકો પૈકીના એક એવા 15 વર્ષીય રાહુલ કોળીનું લ્યુકેમિયા (બ્લડ કેન્સર)ને કારણે 2 ઓક્ટોબરના રોજ અવસાન થયું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલી ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે રાહુલનો ઇલાજ ચાલતો હતો અને તેનું બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ પણ કરવાનું હતું.​​​​​​ 


પિતા થયા ભાવુક.. 


રાહુલના પિતા ભાવુક થઈ ગયા અને તેમણે કહ્યું રવિવારે 2 ઓક્ટોબરે તેણે નાસ્તો કર્યો હતો, ત્યાર બાદ તેને વારંવાર તાવ આવી રહ્યો હતો. એ પછી તેને ત્રણ વખત લોહીની ઊલટી થઈ હતી, એ બાદ તેનું મોત નીપજ્યું હતું. તેના મૃત્યુ મોતથી અમારો પરિવાર ભાંગી પડ્યો છે, પરંતુ આપણે તેની ફિલ્મ 'છેલ્લો શો' રિલીઝના દિવસે એટલે કે 14 ઓક્ટોબરે સાથે જોઈશું. '



ફિલ્મનું શૂટ ક્યારે થયું હતું ? 

'છેલ્લો શો' ફિલ્મના ડાયરેક્ટર અને લેખક પાન નલિનની સેમી ઓટોબાયોગ્રાફી છે. ફિલ્મ શૂટિંગ માર્ચ 2020માં પૂરું થઈ હતું, ત્યાર બાદ દેશભરમાં લોકડાઉન શરૂ થયું હતું. ફિલ્મના પોસ્ટ-પ્રોડક્શનનું કામ કોરોના મહામારી દરમિયાન પૂર્ણ કરવામાં આવ્યું હતું.




ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.