અમદાવાદની સ્કૂલમાંથી બાળક અચાનક થયો ગુમ, બાળકના પરિવારે સ્કૂલે પહોંચીને હોબાળો કર્યો


  • Published By :
  • Published Date : 2023-01-21 14:55:22

અમદાવાદના ઠક્કરબાપા નગરમાં આવેલી રઘુવીર સ્કુલમાં 9 માં ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી અચાનક ગુમ થઈ ગયો છે. 24 કલાક જેટલો સમય વિત્યા બાદ પણ વિદ્યાર્થી પરત ન આવતા શાળામાં જઈ વિદ્યાર્થીના વાલીએ હોબાળો મચાવ્યો હતો. માનવ નામનો વિદ્યાર્થી છેલ્લા 24 કલાકથી પરત ઘરે નથી આવ્યો. શિક્ષકે ઠપકો આપી ક્લાસરૂમની બહાર કાઢ્યો હતો અને ત્યારથી તે ગુમ થઈ ગયો છે.   

ગુમ થયેલા માનવની તસવીર.


સ્કૂલ દ્વારા જવાબ ન મળતા કરાઈ પોલીસ ફરિયાદ 

માનવ નામનો વિદ્યાર્થી રઘુવીર શાળામાં 9માં ધોરણમાં અભ્યાસ કરે છે. પરંતુ છેલ્લા 24 કલાકથી વધારે સમય વીતી ગયો પરંતુ માનવ ઘરે આવ્યો નથી. એક દિવસ વિત્યા બાદ પણ બાળક ઘરે ન આવતા શાળામાં જઈ વિદ્યાર્થીના વાલીઓએ હોબાળો કર્યો હતો. હોબાળાને કારણે સ્કૂલ પ્રશાસન દોડતું થઈ ગયું છે. સ્કૂલ દ્વારા યોગ્ય જવાબ ન મળ્યા હોવાના આક્ષેપો પરિવારના સભ્યો લગાવી રહ્યા છે. પરિવારે પોલીસમાં આ અંગે ફરિયાદ પણ કરી છે. 

સ્કૂલની બહાર જતા માનવના સીસીટીવી.


પહેલા થોડીવાર બાકડા પર બેઠો હતો.


માનવ ઘરે પરત ન આવતા માતા-પિતાએ શાળામાં કર્યો હોબાળો  

સવારના સમયે માનવ અચાનક સ્કુલની બહાર નીકળી ગયો હતો. આ અંગેની જાણ થતા જ પરિવારના સભ્યો સ્કૂલમાં આવી પહોચ્યા હતા. બે દિવસ વિત્યા છતાં પણ માનવ પાછો ન આવ્યો જેને કારણે પરિવારના સભ્યોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. માતા-પિતા આજે ફરી સ્કૂલ આવી પહોંચ્યા હતા.અને સ્કૂલમાં હોબાળો કર્યો હતો. માનવના માતા પિતાએ સ્કૂલ પર આરોપ લગાવ્યો હતો કે સ્કૂલની બેદરકારીને કારણે તેમનો બાળક ગુમ થઈ ગયો છે. આ અંગે સ્કૂલ દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.     



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે