મોરબી દુર્ઘટનામાં રાજકોટના રેલનગરના દંપતિ અને પુત્રનું મોત


  • Published By :
  • Published Date : 2022-10-31 17:50:42

મોરબી શહેરમાં રાજકોટથી રજાના દિવસે મજા માણવા માટે પરિવાર જાય છે પરંતુ તે રજાનો દિવસ તેમની જિંદગીનો છેલ્લો દિવસ બની જાય છે અને મોરબી પુલ દુર્ઘટનામાં રાજકોટ રેલનગરના દંપતિ અને પૂત્રના મોત થઈ જાય છે. દુર્ઘટનામાં રાજકોટના પરિવારનું નાનું બાળક બચી જાય છે.....


ત્રણ લોકોનાં મોત, એક નાનું બાળક બચી ગયું

ગઈકાલે મોરબીમાં બનેલી દુઃખદ ઘટનામાં અનેક લોકોના મૃત્યુ થયા હતા ત્યારે રાજકોટના પણ પાંચ લોકોએ આ દુર્ઘટનામાં પોતાના જીવ ગુમાવ્યા હતા જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવ ગુમાવ્યા હતા. પતિ પત્ની અને પુત્ર સહિતના ત્રણ લોકોના મૃત્યુ થયા હતા જ્યારે આ અન્ય એક નાનું બાળક બચી ગયું હતું. મોરબીની આ ગોજારી દુર્ઘટના બાદ મૃતકના પરિવાર ઉપર જાણે આભ તૂટી પડયું હતું. 

 

રાજકોટના રેલનગરના પરિવારની ત્રણ-ત્રણ અર્થી ઉઠી

રાજકોટના પરિવારના સભ્યો હતાં ભૂપતભાઇ પરમાર, સંગીતાબેન પરમાર અને વિરાજ પરમાર, ત્રણેય આજે આપણી વચ્ચે નથી. રાજકોટના રેલનગર વિસ્તારના એક ઘરમાંથી એકસાથે ત્રણ-ત્રણ અર્થીઓ ઉઠી હતી. આ પરિવારના સભ્યોની સ્મશાન યાત્રા નીકળતા રેડ નગર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી. મોરબીની આ કરુણ દુર્ઘટનામાં 134 જેટલા લોકોના મોત થઈ ગયા છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે