તાપણાના ધુમાડાને કારણે વડોદરામાં થયું દંપતીનું મોત, ઠંડીથી રક્ષણ મેળવવા ઘરમાં કર્યું હતું તાપણું


  • Published By :
  • Published Date : 2023-01-23 10:11:15

રાજ્યમાં અનેક વર્ષો બાદ કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અનેક શહેરોમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. ઠંડીથી બચવા લોકો ગરમ કપડા પહેરી રહ્યા છે. તો અનેક લોકો તાપણાનો ઉપયોગ કરતા હોય છે. ખુલ્લી જગ્યા પર તાપણું કરવામાં કોઈ વાંધો નથી, પરંતુ અનેક લોકો ઠંડીથી બચવા ઘરમાં તાપણું કરી રહ્યા છે. તાપણાના ધુમાડાને કારણે વડોદરામાં રહેતા એક દંપતિનું મોત થઈ ગયું છે.


ઠંડીથી રક્ષણ મેળવવા તાપણાનો લોકો કરે છે ઉપયોગ 

ગુજરાતમાં આ વર્ષે કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. અનેક શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રીની નીચે પહોંચી ગયો છે. શીતલહેર કોને કહેવાય તેનો અનુભવ આ વખતની ઠંડીમાં થઈ રહ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં આ તાપમાનનો પારો હજી પણ નીચે જવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઠંડીથી બચવા ગરમ કપડાનો ઉપયોગ કરી રહ્યા છે. ઉપરાંત અનેક લોકો તાપણાનો ઉપયોગ કરી ઠંડીથી રક્ષણ મેળવી રહ્યા છે. ત્યારે ધુમાડાને કારણે વડોદરામાં રહેતા દંપતીનું મોત થયું છે.


તાપણાના ધુમાડાને કારણે ગયો દંપતીનો જીવ 

ઠંડીથી રક્ષણ મેળવવા વડોદરા શહેરના દશરથ વિસ્તારમાં રહેતા દંપતીનું મોત તાપણાના ધુમાડાને કારણે થયું છે. તાપણું કરીને દંપતી સૂઈ ગયા હતા. પરંતુ ધુમાડાને કારણે ગુંગળામણ થઈ જેને કારણે બંનેના મોત થઈ ગયા. પોલીસે આ અંગે કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના દશરથની કૃષ્ણવિલા સોસાયટીના 88 નંબરના મકાનમાં બની હતી. જેમાં વિનોદ સોલંકી અને ઉષા સોલંકીના મોત થઈ ગયા છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે